
tomato price hike: દેશભરમાં ટામેટાના ભાવમાં તેજી આવી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં, જ્યાં કાળઝાળ ગરમી અને ટામેટાંની ઉપલબ્ધતામાં ઘટાડા કારણે કિંમતોમાં વધારો થયો છે.
tomato price hike: દેશભરમાં ટામેટાના ભાવમાં તેજી આવી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં, જ્યાં કાળઝાળ ગરમી અને ટામેટાંની ઉપલબ્ધતામાં ઘટાડા કારણે કિંમતોમાં વધારો થયો છે.
અલગ-અલગ રાજ્યોમાં ટામેટાંના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં, ટામેટાના છૂટક ભાવ બમણા થઈ ગયા છે અને આ વધારો આગામી 20 દિવસ સુધી જારી રહેવાની સંભાવના છે. પુરવઠામાં ઘટાડાના કારણે, બેંગલુરુ અને આસપાસના વિસ્તારોમાં ટામેટા 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાં ટામેટાના ભાવ સૌથી વધુ વધ્યા છે. 19 જૂનના રોજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ બિગ બાસ્કેટ પર ટામેટાની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો હતી. દિલ્હી-એનસીઆરમાં ટામેટાના છૂટક ભાવ 30 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. આ રીતે ઉત્તર ભારતમાં પણ ટામેટાના ભાવ વધવાની આશા છે.
રિપોર્ટ મુજબ, 2026 સુધીમાં ભારતમાં ટામેટાનો વપરાશ 19 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે, જે 2021 કરતાં 0.4% વધુ છે. 2021માં, 18.4 મિલિયન મેટ્રિક ટન વપરાશ સાથે, ભારત ચીન પછી ટામેટાના વપરાશમાં બીજા ક્રમે હતું. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને ઓડિશા દેશમાં ટામેટા ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે.
જુલાઈના મહિનામાં ભારે વરસાદ અને પુરવઠાના ઘટાડાના કારણે, ટામેટાના ભાવ વધુ ઉંચા હોય છે. આ સ્થિતિ કાળઝાળ ગરમી અને પુરવઠાની ઘટને કારણે આ વખતે પણ જોવા મળી રહી છે.