Pradhan Mantri Awas Yojana Rajkot: રાજકોટના નાગરિકો માટે ખુશખબર છે. Pradhan Mantri Awas Yojana (પ્રધાનમંત્રી આવાસ યોજના) અંતર્ગત 183 આવાસ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે 16 નવેમ્બર, 2024 સુધી ચાલશે. આ યોજનામાં મધ્યમ આવકવર્ગ (MIG) કેટેગરીના 50 આવાસ અને અત્યંત નબળી આવકવર્ગ (EWS-2) કેટેગરીના 133 આવાસનો સમાવેશ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર આ આવાસોના ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારોને ₹50 ફી ચુકવવી પડશે અને ડિપોઝિટની રકમ નિયમો અનુસાર ભરવી રહેશે. ફોર્મની ફી, ડિપોઝિટ અને ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા પૂર્ણપણે ઓનલાઇન રહેવાની છે.
આ જાણકારી મેયર અને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન દ્વારા જાહેર કરાઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એક મહત્વની તક છે, ખાસ કરીને જે PM આવાસ યોજનાથી ઘર લેવા ઈચ્છે છે.