
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત થઈ ગઈ છે. 25 મેની સમયમર્યાદાથી એક દિવસ પહેલા, 15 ખેલાડીઓની ટીમની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ બે મુખ્ય ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે.
ટી20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત થઈ ગઈ છે. 25 મેની સમયમર્યાદાથી એક દિવસ પહેલા, 15 ખેલાડીઓની ટીમની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ બે મુખ્ય ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનના 15 સભ્યોના સ્કવોડમાં મજબૂત બેટ્સમેન અને શાનદાર બોલરો છે. ટીમની કમાન બાબર આઝમને આપવામાં આવી છે. હારિસ રઊફ, જે લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતા, પણ ટીમમાં છે. સૌથી મોટી ખબર એ છે કે ઝડપી બોલર હસન અલી અને સલમાન આગા ટીમમાં નથી.
રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનની સિલેક્શન કમિટીએ હજુ સુધી રીઝર્વ ખેલાડીઓની જાહેરાત કરી નથી, જે ટૂંક સમયમાં થઈ શકે છે. ટીમની જાહેરાત પહેલાં પણ વિવાદ થયો હતો. બાબર આઝમે ઈંગ્લેન્ડથી PCBને ટી20 વર્લ્ડ કપ સ્કવોડની સૂચિ મોકલી હતી, જેના કારણે PCB ચીફ નારાજ થઈ ગયા હતા. તેમણે બાબર આઝમને સિલેક્ટર્સ સાથે બેઠક કરી ટીમ નક્કી કરવા કહ્યું. આ પછી લગભગ 2 કલાકની બેઠક યોજાઈ જેમાં બાબર આઝમ સાથે સિલેક્ટર્સ અબ્દુલ રજ્જાક, અસદ શફીક, બિલાલ અફઝલ, ગેરી કર્સ્ટન, મુહમ્મદ યુસુફ અને વહાબ રિયાઝ હાજર રહ્યા.