
PAN Card Reprint: ઘરે બેઠા માત્ર 50 રૂપિયામાં મેળવો PAN કાર્ડ, જાણો સરળ રીત, ખોવાઇ ગયેલ કે ફાટી ગયેલ પાન કાર્ડ આ સરળ રીતથી ઘરે બેઠા પાન કાર્ડ રિપ્રિન્ટ કરો.
PAN Card Reprint: આજકાલ PAN કાર્ડ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે. ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી માંડીને રોકાણ, મિલકતની ખરીદ-વેચાણ, બેંક ખાતું ખોલાવવા સુધીના તમામ કાર્યો માટે પાનકાર્ડ જરૂરી બની ગયું છે.
આ પ્રકારની પરિસ્થિતિમાં પાન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. લાંબા સમય સુધી પાન કાર્ડનો ઉપયોગ કરવાને કારણે તે ઘણી વખત ફાટી જાય છે. આ રીતે તમે સરળતાથી બીજું પાન કાર્ડ મેળવી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ પછી કાર્ડ ઘરે પહોંચાડવામાં આવશે. નવા પાનકાર્ડ માટે તમારે ફી પણ ચૂકવવી પડશે.
ઘણી વખત સ્થાનિક દુકાનો પાન કાર્ડ રિપ્રિન્ટ કરવા માટે 100 થી 200 રૂપિયા ચાર્જ કરતા હોય છે, પરંતુ NSDLની અધિકૃત વેબસાઇટ પર જઈને તમે માત્ર 50 રૂપિયા ચૂકવીને પાન કાર્ડ ફરીથી પ્રિન્ટ કરી શકો છો. જો તમારે પણ તમારું પાનકાર્ડ રીપેરીંગ કરવાની જરૂર હોય, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તેને કેવી રીતે ઘરે બેઠા પાનકાર્ડ મેળવી શકો.