
NPS Vatsalya Scheme: NPS વાત્સલ્ય શું છે?, NPS ખાતું કોણ ખોલી શકે છે?, NPSમા ખાતુ કેવી રીતે ખોલાવી શકાય છે? - જાણો વિગતો
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામ અને આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ બજેટ (Budget 2024) રજૂ કર્યું. આ બજેટમાં સગીરો (માઇનર્સ) માટે એક ખાસ નેશનલ પેન્શન સ્કીમ (NPS) ની જાહેરાત કરી છે. આ સ્કીમ નું નામ NPS વાત્સલ્ય રાખવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ તમારું બાળક 18 વર્ષનું થાય એટલે તરત જ આશ કે સામાન્ય NPS માં કન્વર્ટ થઈ જાય છે. આ સ્કીમ વડે માતા-પિતા પોતાના બાળક માટે પેન્શનની યોજના બનાવી શકે છે.
NPS વાત્સલ્ય સ્કીમ એ સગીરો માટેની એક ખાસ સરકારી સ્કીમ છે. આ સ્કીમ માં માતા-પિતા યોગદાન આપી શકે છે. અને જ્યારે તેમનું બાળક 18 વર્ષનું થાય પછી આ સ્કીમ રેગ્યુલર NPS મા કન્વર્ટ થઈ જાય છે.
ઘણા લોકોની નિવૃત્તિની જરૂરિયાતોની પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન્સ સિસ્ટમ (NPS) લાવી હતી. આ સ્કીમને રેગ્યુલેટ PFRDA Act 2013 કરે છે. PFRDA એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી જે NPS ને રેગ્યુલેટ કરે છે.
NPS એટલે કે નેશનલ પેન્શન્સ સિસ્ટમ માં જેમની ઉંમર 18 વર્ષથી લઈ 70 વર્ષની વચ્ચે હોય તે તમામ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે. અહીં ખાસ વાત એ છે કે આ સ્કીમમાં NRIs અને ભારતના વિદેશી નાગરિકો પણ આ સ્કીમમાં ખાતું ખોલાવી શકે છે.
નોંધ: અમે તમને જણાવી દઈએ કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ તમે કોઈપણ સરકારી કે પ્રાઇવેટ બેંકમાંથી ખાતું ખોલાવી શકો છો.