Petrol Diesel Price: ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજે રાજકોટ સહિતના શહેરોમાં ભાવ શું છે?

Petrol Diesel Price: અંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર થાય છે.

Author image Gujjutak

Petrol Diesel Price: અંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર થાય છે. જોકે, રાષ્ટ્રીય સ્તરે લાંબા સમયથી તેલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આજે, 17 ઓક્ટોબર, 2024ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાજ્યના કેટલાક શહેરોમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ચાલો જાણીએ ગુજરાત અને દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ.

કાચા તેલની આજની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ 74.60 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે, જ્યારે WTI ક્રૂડ 70.80 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ આજે પણ દેશભરના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ (રુપિયામાં પ્રતિ લીટર)

શહેર પેટ્રોલ (₹) ડીઝલ (₹)
દિલ્હી ₹94.72 ₹87.62
મુંબઈ ₹104.21 ₹92.15
ચેન્નાઈ ₹100.75 ₹92.34
કોલકાતા ₹103.94 ₹90.76

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ ભાવ (₹) ડીઝલ ભાવ (₹)
અમદાવાદ ₹94.42 ₹90.09
ભાવનગર ₹96.57 ₹92.25
જામનગર ₹94.88 ₹90.55
રાજકોટ ₹94.88 ₹90.57
સુરત ₹94.50 ₹90.20
વડોદરા ₹94.05 ₹89.72

ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેવી રીતે જાણી શકાય?

હવે પેટ્રોલ પંપ પર જઈને જ ભાવ જાણવા જરૂરી નથી. તમે ઘરે બેઠા SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ (today petrol diesel price) જાણી શકો છો.

  • ઇન્ડિયન ઓઇલ: SMS દ્વારા "RSP <સિટી પિન કોડ>" મેસેજ 9222201122 પર મોકલવો.
  • ભારત પેટ્રોલિયમ: SMS મોકલો "RSP <સિટી પિન કોડ>" 9223112222 પર.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ: SMS મોકલો "HP <સિટી પિન કોડ>" 9222201122 પર.

આ રીતે તમે સરળતાથી આજે (petrol diesel price rajkot) રાજકોટ સહિત ગુજરાતના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે માહિતી મેળવી શકો છો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર