આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારો કરે છે. જેને પગલે ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, અને મણિપુર સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અહીં દેશભરના મોટા શહેરો અને મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન કિંમતો પર એક નજર નાખીએ.
અમદાવાદઃ પેટ્રોલ 94.42 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.09 રૂપિયા પ્રતિ લીટર છે.
રાજકોટ: પેટ્રોલની કિંમત 94.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.88 રૂપિયા પ્રતિ લીટર છે.
સુરત: પેટ્રોલ 94.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.98 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
વડોદરાઃ પેટ્રોલ 94.09 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર છે.
નવી દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લીટર છે.