પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે PSI અને લોકરક્ષક પદની શારીરિક કસોટી 25 નવેમ્બર 2024ના આસપાસ શરૂ થવાની સંભાવના છે.
હસમુખ પટેલે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે શરૂઆતમાં તેઓ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવશે, જેમણે PSI અને લોકરક્ષક બંને માટે ફોર્મ ભરી દીધા છે. આ મહત્વની માહિતી ધ્યાને લઈ, CCE (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા)ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ તૈયારીમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
અન્ય ઉમેદવારો માટે પણ મહત્વની સૂચના
હસમુખ પટેલ સાહેબે વધુમાં જણાવ્યું છે કે, CCEની પરીક્ષા આપનારા ઉમેદવારોને પણ શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હસમુખ પટેલે કહ્યું કે શારીરિક કસરત અને શ્રમ માત્ર શારીરિક કસોટી માટે જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ મદદરૂપ છે.
તેમના મતે, શારીરિક શ્રમથી મન વધુ ઉર્જાવાન અને હકારાત્મક રહે છે, જે અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે. આથી, ઉમેદવારો પોતાની શારીરિક કસોટી માટેની તૈયારી શરૂ રાખીને ભવિષ્યની પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. હસમુખ પટેલે ઉમેર્યું કે, શારીરિક શ્રમ નિરાશા અને ઉદાસી જેવી નકારાત્મક ભાવનાઓને દૂર કરવામાં મદદ કરે છે, જેથી ઉમેદવારોને બન્ને, માનસિક અને શારીરિક, રીતે તૈયાર રહેવા માટે સુચના આપવામાં આવી છે.
શારીરિક કસોટી કેમ મહત્વપૂર્ણ છે?
PSI અને લોકરક્ષક પદની ભરતી માટે શારીરિક કસોટીમા પાસ થવું મહત્વપૂર્ણ છે. આ કસોટીમાં જંપ, દોડ અને અન્ય શારીરિક ચકાસણીઓ દ્વારા ઉમેદવારની તાકાત, ઝડપ અને સહનશક્તિને ચકાસવામાં આવે છે.
25 નવેમ્બર 2024ના આસપાસ પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ થશે, અને CCEની પરીક્ષા આપનાર તેમજ PSI અને લોકરક્ષક માટે ફોર્મ ભરનારા તમામ ઉમેદવારો માટે આ શારીરિક કસોટી સફળતા મેળવવામાં મહત્વપૂર્ણ રહેશે.
પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 11, 2024
આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી ની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 11, 2024