તમિલનાડુમાં, આદી તહેવાર એક મોટા પાયે ઉજવાતો મહત્વપૂર્ણ તહેવાર છે. ખાસ કરીને માતા પાર્વતી, જેઓને ત્યાં માતા અંમન તરીકે ઓળખવામાં આવે છે, તેમના મંદિરોમાં આ તહેવાર ઘણા દિવસો સુધી ચાલે છે. લોકો માતા અંમનની પૂજા કરે છે, ભજન-કીર્તન ગાય છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે.
તમિલનાડુના કાંચીપુરમથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક મંદિરના હોર્ડિંગને લઈ વિવાદ ઊભો થયો છે. આ હોર્ડિંગ પર પોર્ન સ્ટાર મિયા ખલિફાની તસવીર જોવા મળતાં લોકો ચોંકી ગયા. આ હોર્ડિંગ આદી તહેવારના પ્રસંગે લગાવવામાં આવ્યું હતું, જે તમિલનાડુમાં એક મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવાય છે. આ તહેવાર લોકો વરસાદ અને નદીઓની પૂજા માટે ઉજવે છે.
આદી તહેવાર તમિલનાડુની સંસ્કૃતિ અને પરંપરાનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે લોકોમાં એકતા અને ઉત્સાહ લાવે છે.
આખી ઘટના શું છે?
આ તહેવારમાં લોકો નદીના કિનારે પૂજા કરી છે અને તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. કુરુવીમલાઈમાં નાગાથમ્મન અને સેલિયામ્મન મંદિરોમાં આદી તહેવારની ભવ્ય ઉજવણી માટે મોટી આયોજન કરવામાં આવી હતી, જેમાં રંગીન લાઈટ્સ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવી હતી અને લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક હોર્ડિંગ પર મિયા ખલિફાની તસવીર જોઈને લોકો ચોંકી ઉઠ્યા. આ તસવીરનો આ તહેવાર સાથે કોઈ સંબંધ નહોતો, અને કાંચીપુરમના એક મંદિરના હોર્ડિંગ પર તેમની તસવીર દેખાવા પામતાં લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
પોલીસે હટાવ્યું હોર્ડિંગ
મિયા ખલિફાની તસવીર આ રીતે એડિટ કરવામાં આવી હતી કે તે ‘પાલ કુડમ’ લઈને ઉભા હોવાનું લાગી. ‘પાલ કુડમ’ એટલે દક્ષિણ ભારતના તહેવારોમાં દૂધથી ભરેલા પાત્ર, જેને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. હોર્ડિંગ લગાવનારાઓએ તેમના નામને આધાર કાર્ડ ફોર્મેટમાં દર્શાવ્યા હતા. તસવીર વાયરલ થવાને કારણે, આ વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી, અને પોલીસે કાર્યવાહી કરતા તે હોર્ડિંગને હટાવી દીધું. મિયા ખલિફા લેબનાનની મૂળ નીવાસી છે અને અમેરિકાની જાણીતી પોર્ન સ્ટાર રહી છે.
Source: tv9hindi