
કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે PM Kisan Mandhan Yojana શરૂ કરવામાં આવી છે, આ યોજનામાં ખેડૂતોએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહે છે.
કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે PM Kisan Mandhan Yojana શરૂ કરવામાં આવી છે, આ યોજનામાં ખેડૂતોએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહે છે. જ્યારે ખેડૂત ની ઉંમર 60 વર્ષ થી વધુ થાય ત્યારે તેમને દર મહિને 3000 રૂપિયા પેન્શન પેટે મળે છે.
આ યોજના 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેના અંતર્ગત નાના ખેડૂતો અને મજૂરોને વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે.
આ યોજના ડ્રાઇવર, રિક્ષા ચાલક, મજૂર, દરજી, મોચી જેવા અન ઓર્ગેનાઈઝ ક્ષેત્રમાં કાર્યરત લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના હોય છે, તેની સાથે જ તેટલા જ રૂપિયા સરકાર પણ અમારા ખાતામાં જમા કરે છે. 60 વર્ષ પછી દર મહિને ₹3000 પેન્શન મળતું રહેશે.
PM Kisan Mandhan Yojana માટે maandhan.in વેબસાઇટ પર જઈને Self Enrollment પર ક્લિક કરો, અને મોબાઇલ OTP દ્વારા રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. પછી ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહિતી ભરીને અરજી સબમીટ કરાવો.
લાભાર્થીના મૃત્યુ પર, તેની પત્ની આ યોજના ચાલુ રાખી શકે છે, અથવા પૈસા વ્યાજ સાથે પરત કરી શકાય છે.
ગુજરાતમાં ખેડૂતો માટે આ યોજના જીવનવૃત્તિ માટે સારો વિકલ્પ છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપી શકે છે.