ભારત સરકારની પ્રધાનમંત્રી સૂર્ય યોજના (PM Surya Ghar Yojana) હેઠળ લોકો ઘરે સોલાર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે અને જરૂરિયાત કરતા વધારાની વીજળી વેચીને મહિને થોડી ઘણી આવક મેળવી રહ્યા છે. આ યોજના ન માત્ર વીજળીનો ખર્ચ બચાવી રહ્યો છે પરંતુ તેનાથી આવક પણ થઈ રહી છે.
PM સૂર્ય ઘર યોજના શું છે?
PM સૂર્ય ઘર યોજના ને વર્ષ 2024 માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પોતાના ઘરમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે સબસીડી આપવામાં આવે છે. આ યોજના હેઠળ જો તમે તમારા ઘરે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવો છો તો તમે પોતાનું વીજળી બિલ ઓછું અથવા ઝીરો (0) કરી શકો છો અને દર મહિને 250 યુનિટ વધારાની વીજળી જો ઉત્પન્ન થાય તો તમે નીચે પ્રમાણે આવક થાય છે.
વધારાની વીજળી (યુનિટ) | પ્રતિ યુનિટ ભાવ (રૂપિયા) | કુલ મહિનાની આવક |
250 | 3 થી 5 | 750 થી 1250 |
500 | 3 થી 5 | 1500 થી 2500 |
તમારી કમાણી સોલાર પેનલ કેટલા કિલો વોટ નું ઉત્પાદન કરે છે, જો તમારા વિસ્તારમાં પૂરતો સૂર્યપ્રકાશ મળે તો વીજળીનું ઉત્પાદન વધુ રહેશે, દરેક રાજ્યમાં સ્થાનિક વીજ કંપનીઓ દ્વારા વીજળી ખરીદવાનો દર અલગ અલગ હોય છે જેની સીધી અસર તમારી કમાણી પર થાય છે.
PM સૂર્ય ઘર યોજનાના ફાયદા
જો તમે આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવો છો તો તમને ઘર વપરાશ માટે જરૂરી વીજળી ઉત્પન્ન કરી તમારું લાઈટ બિલ ઓછું કરી શકો છો અને જો જરૂરિયાત કરતા વધારે વીજળી ઉત્પન્ન થાય તો તમારી વધારાની વીજળી સ્થાનિક વીજ કંપનીને વેચીને કમાણી પણ કરી શકો છો. સરકાર આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવનાર ને સબસીડી પણ આપે છે. સાથે સોલાર પેનલ થી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેમાં કોઈ જ પ્રકારનું પ્રદૂષણ થતું નથી એટલે કે તે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન થાય છે.
તમારા શહેરમાં PM સૂર્ય ઘર યોજનાની સબસિડી અને વીજળીના દર જાણવા માટે સ્થાનિક વીજળી વિભાગ અથવા સરકારી વેબસાઇટની મુલાકાત લો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે પ્રમાણિત ડીલર પાસેથી માહિતી મેળવો અને વીજળી કંપની સાથે વધારાની વીજળી વેચવાની પ્રક્રિયા જાણી શકો છો.
નિષ્કર્ષ
PM સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવીને લોકો દર મહિને 750 થી 2500 રૂપિયા કમાઈ શકે છે. આ એક માત્ર શરૂઆત છે, જો તમારી પાસે મોટી જગ્યામાં સોલાર પેનલ લગાવવાનો ઓપ્શન હોય તો તમારી આવક માં પણ વધારો થઈ શકે છે. જો તમે વીજળીનો વધારાનો ખર્ચ બચાવવા અને કમાણી કરવા માંગતા હોય તો આ યોજના તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
Pm Surya Income PM સૂર્ય ઘર યોજના શું છે? PM સૂર્ય ઘર યોજનાના ફાયદા PM Surya Ghar Yojana