કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગર જેની ઉમર 23 વર્ષની હતી તે રાજકોટ માવરી પોલીસ હેડક્વાર્ટરના 10મા માળેથી કૂદી જીવ ટુકાવ્યો હતો, જેના કારણે સ્થળ પર ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઈન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલમાં અધિકારીઓ આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે.
કરુણ રીતે જીવ ટુકાવનાર ભાર્ગવ બોરીસાગર તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો અને રાજકોટ ગ્રામ્ય પોલીસની રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો. લગભગ દોઢ મહિના પહેલા તેમની જેતપુરથી રાજકોટ બદલી થઈ હતી. ઘટનાના પાંચ મહિના પહેલા ભાર્ગવના લગ્ન પણ થયા હતા. તેણે આ પગલું ભરવા પાછળના કારણો હજુ તપાસ હેઠળ છે.