Geniben Thakor statement on Police: થરાદમાં યોજાયેલી એક સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ વિભાગની કટાક્ષ કરી છે. આ પહેલા પણ તેઓએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન પોલીસ સામે સવાલ ઉઠાવ્યા હતા.
પોલીસને ટકોર, લોકોને નડશો નહીં: ગેનીબેન ઠાકોર
સાંસદ ગેનીબેને સભામાં કહ્યું, "પોલીસ પ્રજાના પૈસાનો પગાર લે છે, કોઈએ ડરવાની જરુર નથી. જો તમારો વાંક ન હોય છતાં પોલીસ તમને હેરાન કરે, તો મને જાણ કરજો. ગમે તે મોટો લોર્ડ કર્ઝન હોય, તે રીતે જ જવાબ આપવાનો."
કૉંગ્રેસના નેતાઓ અંગે નિવેદન
ગેનીબેને વધુમાં જણાવ્યું કે, "કૉંગ્રેસના કોઈ આગેવાનો બે નંબરના ધંધા કરતા નથી અને હપ્તા લેતા નથી. પોલીસ બુટલેગરથી હપ્તા લે છે."
આ નિવેદનથી સમાજમાં પોલીસ અને પ્રજાની વચ્ચેનો સબંધ અને પોલીસ વ્યવસ્થા અંગે ચર્ચા ગરમાયેલી છે.