lok sabha election results 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનને ત્રીજી વાર બહુમતી મળી છે. NDA ગઠબંધને 292 બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 240 બેઠકો પર જ સીમિત રહી. વિપક્ષી ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે.
સરકાર બનાવવા માટે કવાયત
પરિણામો જાહેર થતા જ નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાના સહયોગીઓ સાથે સરકાર બનાવવા માટે ચર્ચાઓ કરી રહ્યું છે. વિપક્ષી ઈન્ડિયા બ્લોક પણ સક્રિય થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટ બેઠક બોલાવી હતી.
મોદી ફરી NDAના નેતા
દિલ્હીમાં NDAની બેઠકમાં વડાપ્રધાન મોદીને ફરીથી NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. આ બેઠકમાં તમામ સાથી પક્ષોના નેતાઓએ સર્વસંમતિથી મોદીને નેતા તરીકે પસંદ કર્યો.
NDAની બેઠકમાં તમામ મોટા નેતાઓ હાજર
પ્રધાનમંત્રીના સરકારી આવાસ LKM પર NDAની બેઠક યોજાઈ. જેમાં નીતિશ કુમાર, ચંદ્રબાબૂ નાયડુ, એકનાથ શિંદે, જીતન રામ માંઝી, પવન કલ્યાણ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચિરાગ પાસવાન, કુમારસ્વામી અને જયંત ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા.
17મી લોકસભા ભંગ
મંત્રિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 17મી લોકસભાને તાત્કાલિક અસરથી ભંગ કરવાની સલાહ આપી. રાષ્ટ્રપતિએ આ સલાહ સ્વીકારી અને 17મી લોકસભાને ભંગ કરવાની જાહેરાત કરી.
During the NDA leaders meeting at 7, LKM, the residence of PM Modi, in Delhi, all leaders congratulated PM Modi for his leadership and the strides our nation has made under him. They appreciated PM Modi's hard work and efforts in nation-building. NDA partners said that PM Modi… pic.twitter.com/UKfNIy0Wbn
— ANI (@ANI) June 5, 2024
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારી
7 જૂને NDAની બેઠકમાં સંસદીય દળના નેતા મળવા માટે બોલાવવામાં આવી છે. 8 જૂને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
ચંદ્રબાબૂ નાયડુએ કરી NDAને સમર્થનની પુષ્ટિ
NDAની બેઠક બાદ TDP પ્રમુખ ચંદ્રબાબૂ નાયડુએ જણાવ્યું કે, "અમે NDAની સાથે છીએ અને અમારી સાથે 3 પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી છે. આજે બેઠક સારી રહી અને અમે આગળ પણ સાથે રહીશું."
આ અંગેની વધુ વિગતો આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે, પરંતુ હવે બધા લોકો નવી સરકારની રચના માટે ઉત્સાહભર્યા છે.