સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય સમક્ષ રજૂઆત

મોરબી, ૨૭ મે ૨૦૨૪ – સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક, ઔધ્યોગીક સલામતી અને આરોગ્યને કાયદાનું પાલન કરવા બાબતે તા. ૨૭/૦૫/૨૪ને રોજ આવેદન પત્ર આવ્યું.

Author image Aakriti

સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક, ઔધ્યોગીક સલામતી અને આરોગ્યને કાયદાનું પાલન કરવા બાબતે તા. ૨૭/૦૫/૨૪ને રોજ આવેદન પત્ર આવ્યું. મોરબીમાં હાલ ૫૫થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે પરંતુ કોઈ પાસે કારખાનામાં કામ કર્યો હોય એવો કોઈ પુરાવો નથી, આને કારણે વળતર દાવો કરી નથી શકતા તો આને માટે જવાબદાર કોણ ? માત્ર માલીકો કે કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેવા અધીકારીઓની પણ?

મજૂરોની સુરક્ષા અને સલામતી માટે અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને તેના પાલન પર દેખરેખ માટે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે તંત્ર નીભાવવા પાછળ ટેક્સ ચુકવનારા નાગરીકોના નાણાં વપરાય છે. પણ તંત્ર તો માલિકોનું રક્ષણ કરવામાં વ્યસ્ત છે.

મજૂરોની સુરક્ષા અને સલામતી માટે જો કાયદા હોત અને તેનું યોગ્ય પાલન થતું હોત તો ૫૫ દર્દી પૈકી એક પણ પાસે કેમ કોઈ કારખાના દ્વારા આપેલ આઈ.ડી. કાર્ડ નથી ?  કેમ સાઅમાજીક સુરક્ષાના કાયદા હેઠળ મળવા પાત્ર લાભ મજૂરોને મળતા નથી?

સીલીકોસીસ પીડીત સંધ, મોરબીના પ્રમુખે ઉગ્ર શબ્દોમાં પોતાની વેદના રજૂ કરતાં અધિકારીને જણાવ્યું કે અમે તમને ચાકુ આપીએ, તમે અમને મારી નાખો, પણ મહેરબાની કરી અમને સીલીકોસીસના ખપ્પરમાં ન હોમો. હાલ ઘરના મુખ્ય કમાવનાર વ્યક્તી સીલીકોસીસના ભોગ બનતા, પરીવાર પોતાનું ગુજરાન ચલાવી શકતું ન હોય તો હવે તમે અમને ન્યાય ન આપી શકો તો અમે તમને ચાકુ આપીએ  તમે અમને મારી નાખો

પીડીત સંઘના પ્રતીનીધીઓએ દ્રુઢપણે જણાવ્યું કે ફેક્ટરી એક્ટ કાયદાના યોગ્ય પાલન થયું હોત તો આજે અમે કાળમુખા સીલીકોસીસનો ભોગ ન બન્યા હોત.

તેથી સંઘ કાયદાના પાલન માટે નીચે મુજબેની માંગણી કરે છે.

  1. સીલીકોસીસ પીડીતો અગાઉ જે કારાખાનામાં કામ કરતાં ત્યાં કામ કર્યાના પુરાવા આપો.
  2. હાલ મોરબી જીલ્લાના દરેક કારખાનામાં કામ કરતાં તમામ કામદારોને આઈ.ડી. કાર્ડ અપાવો.
  3. કામદારોના આરોગ્યના રક્ષણ માટે અનેક જોગવાઈઑ છે તેનું પાલન કરાવો. ધૂળ , અવાજ અને અન્ય પ્રદૂષણોનું માપન કરો અને જે એકમોમાં પ્રદૂષણ નીયત મર્યાદાથી વધુ હોય તેનું લાઇસન્સ રદ કરવા કાનૂની પ્રકીયા હાથ ધરો.
  4. ફેક્ટરી એક્ટ ક. ૧૧૧ મુજબ તમામ કામદારોને સલામતી અને આરોગ્ય માટે તાલીમ આપો. અત્યારસુધી જેને તાલીમ અપાઇ હોય તેના આંકડા જાહેર કરો.
  5. તમામ કામદારોની તબીબી તપાસ કરાવો અને તેના અહેવાલો જાહેર કરો.
  6. તમામ એકમોમાં સેફટી કમીટી બનાવી તેના સભ્યોને તાલીમ આપો.
  7. જે એકમોમાં સીલીકોસીસ પીડીત કામદારો મળ્યા તે એકમના લાઇસન્સ રદ કરો.

આ માંગણી અંગે ૩૦ દીવસમાં યોગ્ય પગલાં લઈ માહીતી આપવા માગણી કરવામાં આવી

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર