દુબઈ: દુબઈના શાસક અને UAEના પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની પુત્રી, શેખ મહારા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે તેમના પતિ, શેખ માના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મકતૂમને ત્રિપલ તલાક આપી છે.
ઈન્સ્ટાગ્રામ પર છૂટાછેડાની જાહેરાત
શેખ મહારાએ તેમના છૂટાછેડાની માહિતી ઈન્સ્ટાગ્રામ પર આપી છે. પોસ્ટમાં તેમણે લખ્યું, "પ્રિય પતિ, તમે અન્ય લોકો સાથે વ્યસ્ત હોવાને કારણે, હું આપણી છૂટાછેડાની જાહેરાત કરું છું. હું તમને છૂટાછેડા આપું છું, છૂટાછેડા આપું છું અને છૂટાછેડા આપું છું. તમારું ધ્યાન રાખજો. તમારી પૂર્વ પત્ની."
લગ્ન અને દીકરીનો જન્મ
શેખ મહારાએ 27 મે, 2022ના રોજ શેખ માના બિન મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા. તેમણે લગ્નના પાંચ મહિના બાદ પ્રેગ્નન્સીની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
દીકરી સાથે તસવીર
છેલ્લા થોડા દિવસો પહેલાં તેમણે દીકરી સાથેની તસવીર પણ શેર કરી હતી. તેમના દીકરીનું નામ હિંદ રાખવામાં આવ્યું છે.
લોકો ચોંકી ગયા
બે મહિના પહેલા જ દીકરીને જન્મ આપનાર શેખ મહારાના આ નિર્ણયથી બધા લોકો ચોંકી ગયા છે.
Source : https://www.puneheadline.com/