ગુજરાતની દિકરીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. અમદાવાદની પ્રિશા ઠક્કરે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલા ઓપન વર્લ્ડ કપમાં પાવરલિફ્ટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગર્વની વાત એ છે કે 11મા ધોરણમાં ભણતી પ્રીશાએ આ સ્પર્ધામાં તાલીમ વિના વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
પ્રિશા ઠક્કરે ડેડલિફ્ટમાં બનાવ્યો રેકોર્ડ
ઓપન વર્લ્ડ કપ કિર્ગિસ્તાનમાં યોજાયો હતો, જેમાં અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની ધોરણ 11ની વિદ્યાર્થીની પ્રીશા ઠક્કરે પાવરલિફ્ટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. પ્રિશાએ ટ્રેનિંગમાં 50 કિગ્રા ડેડલિફ્ટ કરીને ચેમ્પિયનશિપમાં રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે પ્રિશાએ હાલમાં જ તેના પગનું ઓપરેશન કરાવ્યું હતું, તેમ છતાં તેણે આ સિદ્ધિ મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પાઠવી શુભકામના
પ્રિશાએ ઓવરઓલ પાવરલિફ્ટિંગ અને વ્યક્તિગત ડેડલિફ્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રિશાને આ વિશેષ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.