
PSI Exam 2025 અંતર્ગત બિન હથિયારધારી PSIની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાવાની છે. પરીક્ષા માટે 1 લાખથી વધુ ઉમેદવારો તૈયારીમાં, જાણો પરીક્ષા કેન્દ્ર, સુરક્ષા વ્યવસ્થા અને વધુ વિગત.
PSI Exam 2025 અંતર્ગત બિન હથિયારધારી PSIની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાવાની છે. પરીક્ષા માટે 1 લાખથી વધુ ઉમેદવારો તૈયારીમાં, જાણો પરીક્ષા કેન્દ્ર, સુરક્ષા વ્યવસ્થા અને વધુ વિગત.
PSI Exam Details: ગુજરાતમાં પોલીસ વિભાગ માટેની મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. PSI Exam 2025 અંતર્ગત બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર માટેની લેખિત પરીક્ષા તા. 13 એપ્રિલ 2025, એટલે કે આવતીકાલે યોજાવાની છે. આ પરીક્ષા અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોની કુલ 340 શાળાઓમાં યોજાશે. નોંધનીય છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 દરમિયાન લેવાયેલ શારીરિક કસોટીમાં સફળ થયેલા 1,02,935 ઉમેદવારો આ લેખિત પરીક્ષા માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પરીક્ષા માટે ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આજ સુધી ચાલુ રહેશે. હાલમાં લગભગ એક લાખથી વધુ ઉમેદવારોે કોલલેટર ડાઉનલોડ કરી લીધા છે. લેખિત પરીક્ષામાં બે પેપર હશે અને દરેક પેપર માટે 3-3 કલાકનો સમય મળશે.
સજ્જડ સુરક્ષા વ્યવસ્થા હેઠળ પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે 8000થી વધુ પોલીસ અધિકારી અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર એક PI અથવા PSIને નિમણૂક કરવામાં આવી છે, જે ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે.
લેખિત પરીક્ષા દરમ્યાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ વર્ગખંડોમાં CCTV કેમેરા દ્વારા લાઈવ મોનીટરીંગ થશે. શારીરિક કસોટી વખતે લીધેલા બાયોમેટ્રિક ડેટા અને ફોટોગ્રાફની સમકક્ષા પણ બંને પેપર પહેલા કરાશે. પરીક્ષા માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં GPS ટ્રેકિંગ પણ લાગુ કરવામાં આવ્યું છે.
અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોમાં આ પરીક્ષા પોલીસ કમિશ્નરોના જનરલ સુપરવિઝન હેઠળ અને IGP / DIGP કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ યોજાવાની છે. આ તમામ વ્યવસ્થાઓથી સ્પષ્ટ થાય છે કે PSI Exam 2025ને કોઈપણ ગેરરીતિ વગર સફળતાપૂર્વક યોજવાની સંપૂર્ણ તૈયારી સરકાર દ્વારા થઈ ચૂકી છે.
ભવિષ્યના પોલીસ અધિકારીઓ બનવા ઈચ્છતા ઉમેદવારો માટે આ પરીક્ષા એક મહત્વપૂર્ણ તબક્કો છે. જે પણ ઉમેદવાર ગેરરીતિ કરતો કે તેમાં સહાય કરે તે સામે સખત પગલાં લેવામાં આવશે, એવી સ્પષ્ટ ચેતવણી પણ ભરતી બોર્ડે આપી છે.