gujarat police physical test result declared
ગુજરાત પોલીસ ભરતી માટે મહત્વના સમાચાર PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ પરીક્ષા આપી હતી તે ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
ગુજરાત પોલીસ ભરતી : શારીરિક કસોટી નું પરિણામ જાહેર
ગુજરાત પોલીસ ની PSI એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતીની શારીરિક પરીક્ષા કુલ 15 કેન્દ્રોમાં આયોજિત કરાઈ હતી. તેમનું પરિણામ આજે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો પોતાનું પરિણામ ચેક કરવા ઇચ્છતા હોય તે gprb.gujarat.gov.in અને lrdgujarat2021.in પર જઈ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
પરિણામમાં કોઈ વિસંગતિ હોય તો અરજી કરી શકાશે
જો કોઇ ઉમેદવારને તેમના શારીરિક કસોટી રિઝલ્ટ અંગે કોઈ પણ પ્રકારની શંકા હોય અથવા વાંધો હોય, તો તેઓ 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે લેખિત અરજી કરી શકે છે.
અરજી કઈ રીતે અને ક્યાં મોકલવી?
ઉમેદવારોને તેમની ફરિયાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની ઓફિસમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ, રજીસ્ટર પોસ્ટ, કે કુરિયર દ્વારા નીચેના સરનામે મોકલવાની રહેશે:
સરનામું : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બંગલો નં. G-12, સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર-9, ગાંધીનગર - 382007
સમયમર્યાદા: 22 ફેબ્રુઆરી 2025ના સાંજ 5:30 વાગ્યા સુધી. આ તારીખ પછી આવનાર અરજીઓ માન્ય ગણાશે નહીં.
Gujarat Police Recruitment PSI Result Gujarat PSI Physical Test Result PSI Physical Test Result Declared police bharti result gujarat police bharti sarkari result gujarat police bharti board gujarat police bharti 2025