
મલેશિયા: ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચીનના હાન યુને 21-13, 14-21, 21-12થી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
મલેશિયા: ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચીનના હાન યુને 21-13, 14-21, 21-12થી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ જીત સાથે પીવી સિંધુએ ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે.
હાન યુ સામેની મેચમાં પીવી સિંધુએ પહેલેથી જ દબદબો જમાવ્યો. પ્રથમ ગેમમાં સિંધુએ હાન યુને 21-13થી સરળતાથી હરાવી. બીજાની ગેમમાં હાન યુએ મજબૂત વાપસી કરી અને સિંધુને 21-14થી હરાવી. ત્રીજી ગેમમાં સિંધુએ ફરી પોતાનો દમ બતાવતાં 21-12થી જીત મેળવી.
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, પીવી સિંધુએ કોરિયાની યુ જિન સિમને 21-13, 12-21, 21-14થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલા, પ્રથમ રાઉન્ડમાં, પીવી સિંધુએ સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોરને 21-17, 21-16થી સીધી ગેમમાં હરાવી હતી.
પીવી સિંધુએ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં ભાગ ન લીધો હતો. પરંતુ 2022માં સિંગાપોર ઓપનમાં ટાઇટલ જીત્યા પછી આ ટૂર્નામેન્ટમાં મજબૂત વાપસી કરી છે.
પીવી સિંધુને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પાંચમો ક્રમાંક આપવામાં આવ્યો છે.