
રાજકોટ: TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ 28 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી સરકાર તુરંત એક્શનમાં આવી છે.
રાજકોટ: TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ 28 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી સરકાર તુરંત એક્શનમાં આવી છે. સોમવારે, 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પછી, હવે સરકાર દ્વારા વધુ મોટા અધિકારીઓ સામે પગલા લેવાયા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ બ્રિજેશ ઝાને નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આગની ઘટનાના જવાબદાર માનવામાં આવતા 7 અધિકારીઓને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમાં આરએમસીના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સહિત R&B વિભાગના ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરના બે પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આગની આ ભયાનક ઘટનાને પગલે સરકાર દ્વારા ઝડપી અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)