Gold Price Today: આજે, 9 ઓગસ્ટ 2024 (શુક્રવાર), સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. શુક્રવારની સવારમાં સોનાની કિંમતમાં ₹91 નો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹1040 નો વધારો થયો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ આજે ₹69,296 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ગુરુવારે આ ભાવ ₹69,205 હતો. ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો થયો છે, ₹1040 વધીને આજે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ ₹79,920 પ્રતિ કિલોગ્રામ છે. ગુરુવારે તે ₹78,880 પ્રતિ કિલોગ્રામ હતો. 22 કેરેટ સોનાની કિંમત આજે ₹63,475 પ્રતિ 10 ગ્રામ છે.
સોના-ચાંદીના નવા ભાવ
શુદ્ધતા | ગુરુવાર સાંજનો ભાવ | શુક્રવાર સવારનો ભાવ | વધારો |
---|---|---|---|
સોનું (999 શુદ્ધતા) | ₹69,205 | ₹69,296 | ₹91 |
સોવું (995 શુદ્ધતા) | ₹68,928 | ₹69,019 | ₹91 |
સોવું (916 શુદ્ધતા) | ₹63,392 | ₹63,475 | ₹83 |
સોવું (750 શુદ્ધતા) | ₹51,904 | ₹51,972 | ₹68 |
સોવું (585 શુદ્ધતા) | ₹40,485 | ₹40,538 | ₹53 |
ચાંદી (999 શુદ્ધતા) | ₹78,880 | ₹79,920 | ₹1040 |