ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 0.25% નો ઘટાડો જાહેર કર્યો છે જેના કારણે કરોડો લોન ધારકોને ફાયદો થશે. રેપોરેટ 6.50% હતો જેમાં 0.25 % નો ઘટાડો કરવામાં આવ્યો છે તેથી હવે નવો રેપોરેટ 6.25% થઈ ગયો છે. હવે જે લોકો લોન લેવા નું વિચારી રહ્યા છે તે લોકો ને રસ્તામાં લોન મળી શકે છે.
લોન ધારકો માટે સારા સમાચાર?
રેઝરવા બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રિપોર્ટ ઘટાડવાની જાહેરાત પછી લોનધારકોમાં આશા છે કે બેંકો થોડા સમયની અંદર લોન પર વ્યાજ દર ઘટાડશે જેના કારણે હોમ લોન પર્સનલ લોન અને કાર લોન ના ઇએમઆઇ ઓછા થઈ શકે છે. જોકે વ્યાજ દરમાં ઘટાડો એ તાત્કાલિક લાગુ પડશે નહીં. કારણકે બેંક તેમની આર્થિક નીતિ અનુસાર વ્યાજ દરમાં ફેરફાર કરતું હોય છે.
EMI ઘટાડવા માટે શું કરવું?
જો તમે પ્લોટીંગ રેડ પર લોન લીધી છે તો તમારા EMI માં ફેરફાર થઈ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે રેપોરેટ ઘટે છે ત્યારે લોનના વ્યાજદરોમાં પણ ઘટાડો થાય છે. અત્યારે રેપોરેટ ઘટ્યો છે પરંતુ આ વ્યાજ દર લાગુ થવામાં બેંક તરફથી થોડો સમય પણ લાગી શકે છે. અને જો લાંબો સમય થઈ ગયો હોય અને બેંક વ્યાજ દર ઘટાડતી નથી તો તમારે નીચે આપેલા સ્ટેપને ફોલો કરવા.:
- સૌથી પહેલા તમારે બેંકમાં તપાસ કરવી પડે છે કે વ્યાજદર ઘટશે કે નહીં.
- જે બેંકમાંથી લોન ચાલી રહી છે તે બેંક તમારા વ્યાજ દરમાં ઘટાડો નથી કરતી તો તમે આ લોન ને અન્ય બેંકમાં ટ્રાન્સફર પણ કરી શકો છો જે ઓછા વ્યાજ દર એ લોન આપતી હોય.
- કેટલીક બેંકો લોનની મુદત લંબાવીને EMI ઘટાડવાનો પણ વિકલ્પ આપતી હોય છે.
ફિક્સ્ડ અને ફ્લોટિંગ રેટ પર શું અસર?
જો તમે ફિક્સ રેટ પર લોન લીધી હોય તો આરબીઆઈ દ્વારા રેપોરેટ ઘટાડ્યા છતાં તમારા EMI માં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં.
જો તમે પ્લોટીંગ રેટ પર લોન લીધી છે તો રેપોરેટ ઘટયા પછી તમારા EMI માં ઘટાડો થઈ શકે છે અથવા લોનની મુદત ઓછી થઈ શકે છે.
લોન લેવી કે નહીં?
જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જોવી તમારા માટે ઉચિત રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપોરેટમાં ઘટાડો કર્યા પછી બેંકો ધીમે ધીમે તેમના વ્યાજગરોમાં ઘટાડો જાહેર કરશે. આવી સ્થિતિમાં અલગ અલગ બેંકો ના કંપેરીઝનમાં જે સૌથી ઓછા વ્યાજ દરે લોન આપતી હોય તેવી બેંક માંથી લોન લેવું પસંદ કરવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.
RBI દ્વારા રેપોરેટમાં ઘટાડા કર્યા પછી લોનના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે. જે EMI ઓછી કરવામાં મદદરૂપ થશે. જો બેંક તમારું વ્યાજ દર ઓછો કરતી નથી તો તમે લોન ટ્રાન્સફર અથવા બેંકને વ્યાજદર ઓછું કરવા જણાવી શકો છો.
આગામી સમયમાં બેંકોની જાહેરાત પર નજર રાખવી જરૂરી છે જેથી તમે તમારા લોન અને EMI સંબંધિત યોગ્ય નિર્ણય લઈ શકો.