કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)માં નોકરી મેળવવાની ઈચ્છા રાખતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી છે. ESIC દ્વારા વિવિધ પદો માટે 200 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા નહીં લેવાય, સીધા ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોવ, તો 17 ફેબ્રુઆરી 2025 પહેલાં સત્તાવાર વેબસાઇટ esic.gov.in દ્વારા અરજી કરી શકો છો.
ESIC Recruitment 2025
સંસ્થા | કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) |
કુલ જગ્યા | 200 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
સત્તાવાર વેબસાઇટ | esic.gov.in |
કુલ જગ્યા
સ્પેશિયાલિસ્ટ |
04 |
સુપર સ્પેશિયાલિસ્ટ |
14 |
ટીચિંગ ફેકલ્ટી (પ્રોફેસર) |
09 |
ટીચિંગ ફેકલ્ટી (એસોસિએટ પ્રોફેસર) |
21 |
ટીચિંગ ફેકલ્ટી (સહાયક પ્રોફેસર) |
31 |
સિનિયર રેસિડેન્ટ |
121 |
પોસ્ટનું નામ
- સ્પેશિયાલિસ્ટ
- સુપર સ્પેશિયાલિસ્ટ
- ટીચિંગ ફેકલ્ટી (પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, સહાયક પ્રોફેસર)
- સિનિયર રેસિડેન્ટ
શૈક્ષણિક લાયકાત
ESICની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને મેડિકલ ફિલ્ડ સંબંધિત લાયકાત જરૂરી છે. અમુક પદો માટે MBBS અથવા PG ડિગ્રી (MD/MS/DNB) હોવી જોઈએ, જ્યારે સુપર સ્પેશિયાલિસ્ટ પદ માટે DM/M.Ch. જેવા ઉંચા ડિગ્રી ધારકોને પ્રાધાન્ય અપાશે.
ઉમર મર્યાદા
- 45 વર્ષ
- અનામત વર્ગ માટે સરકારના નિયમો મુજબ છૂટછાટ ઉપલબ્ધ રહેશે.
અરજી ફી
- સામાન્ય / OBC: ₹500
- SC/ST/PH/મહિલા: કોઈ ફી નથી
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
- ઈન્ટરવ્યુમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવને મહત્ત્વ અપાશે.
પગાર
- સ્પેશિયાલિસ્ટ: ₹1,00,000 – ₹2,00,000 પ્રતિ મહિનો
- સુપર સ્પેશિયાલિસ્ટ: ₹2,00,000 – ₹3,00,000 પ્રતિ મહિનો
- ટીચિંગ ફેકલ્ટી: ₹67,700 – ₹2,08,700 પ્રતિ મહિનો
- સિનિયર રેસિડેન્ટ: ₹67,700 – ₹1,10,000 પ્રતિ મહિનો
અરજી કેવી રીતે કરશો?
- સત્તાવાર વેબસાઇટ https://www.esic.gov.in પર જાઓ.
- "Recruitment" વિભાગમાં જાઓ અને ESIC Recruitment 2025 નોટિફિકેશન શોધો.
- નોટિફિકેશન વાંચી લાયકાત ચકાસો.
- ઓનલાઇન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ લિંક્સ
નોટ: ભરતીની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચો.