GST Council Meeting: ST કાઉન્સિલની બેઠક શનિવારે, 21 ડિસેમ્બર 2024ના રોજ યોજાનાર છે, જેમાં જીવન અને સ્વાસ્થ્ય વીમા પર GST ઘટાડવા અંગે મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. નાણામંત્રી (Nirmala Sitharaman) નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક રાજસ્થાનના જેસલમેરમાં યોજાશે. આ બેઠકમાં મોંઘી ઘડિયાળ, શૂઝ અને કપડાં પર GST દર (GST Rates) વધારવા ઉપરાંત તમાકુ અને સિગારેટ પર 35% GST લાદવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
આ બેઠકમાં લગભગ 148 વસ્તુઓ પર GST દરમાં ફેરફાર અંગે ચર્ચા થશે. ખાસ કરીને ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન પર લાગતી 18% GST રદ કરી શકાય છે. વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકો માટે, જે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતનો હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે, તેમના માટે GST સંપૂર્ણ રીતે હટાવવાની સંભાવના છે. સાથે જ કેટલીક પ્રોડક્ટ્સ અને સેવાઓ પર GST દર 12%થી ઘટાડીને 5% કરી શકાય છે.
ફૂડ ડિલિવરી સેવાઓ જેવી કે સ્વિગી અને ઝોમેટો પર લાગતી GST 18%થી ઘટીને 5% થવાની છે, જોકે, આ સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) રદ કરાશે. આ નિર્ણયથી ઑનલાઇન ફૂડ ઓર્ડર કરનારાઓને રાહત મળશે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને પણ GSTના અંતર્ગત લાવવા પર ચર્ચા થવાની છે.
Union Minister for Finance and Corporate Affairs Nirmala Sitharaman chairs the meeting on Pre-Budget Consultation with States and Union Territories (with Legislature) for the forthcoming Union Budget 2025-26, in Jaisalmer, Rajasthan, today.
— ANI (@ANI) December 20, 2024
Along with Union Minister for State… https://t.co/4BF1mOBXJT pic.twitter.com/HIHsmVFtlj
GSTની ફિટમેન્ટ કમિટીએ વપરાયેલા ઇલેક્ટ્રિક વાહનો અને નાના પેટ્રોલ-ડીઝલ વાહનો પર GST 12%થી વધારીને 18% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આથી જૂની નાની કાર અને ઇલેક્ટ્રિક વાહનો પર GST દર મોટાં વાહનોની સરખી થશે.
મંત્રીઓના જૂથે કેટલાક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં પેકેજ્ડ પીવાનું પાણી, સાયકલ, કસરતની નોટબુક, લક્ઝરી ઘડિયાળ અને શૂઝ પર GST દરમાં ફેરફારની વાત છે. 20 લીટરના પેક્ડ પાણી પર GST 18%થી ઘટાડીને 5% કરાશે. રૂ. 10,000થી ઓછી કિંમતેની સાયકલ પર GST 12%થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ છે.
કિંમત રૂ. 15,000થી વધુ હોય તેવા શૂઝ પર GST 18%થી વધારીને 28% અને રૂ. 25,000થી વધુની ઘડિયાળ પર GST 18%થી વધારીને 28% કરાશે. સરકારના આ પગલાંથી અંદાજે 22,000 કરોડ રૂપિયાનો રેવન્યુ ફાયદો થવાની આશા છે.