વિધાનસભા પેટાચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વાવ બેઠકનું આવતીકાલે પરિણામ જાહેર થશે, 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે

vav assembly election result: બનાસકાંઠા જિલ્લાના ભાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે.

Author image Aakriti

vav assembly election result: બનાસકાંઠા જિલ્લાના ભાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. તારીખ 23 નવેમ્બર 2024 અને શનિવારના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 23 રાઉન્ડમાં મતગણતરી ની પ્રક્રિયા પૂર્ણ થશે.

70.54% થયું હતું મતદાન

બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક પર 23 નવેમ્બરે પેટા ચૂંટણી નું મતદાન થયું હતું. જેમાં 70.54% મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતા જ તમામ ઇવીએમ મશીનને પાલનપુર સ્થિત જગાણા એન્જિનિયર કોલેજમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા. અહીં SRP, BSF અને સ્થાનિક પોલીસની કડક સુરક્ષા હેઠળ મશીન ની દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ

આ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતર્યા હતા. . જ્યારે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને કેન્દ્રીય નેતાઓએ મજબૂત રીતે અભિયાન ચલાવ્યું હતું. અપક્ષના ઉમેદવાર માવજી પટેલે પણ પ્રચાર પ્રસાર માટે સારી એવી મહેનત કરી હતી.

વાવ બેઠક ની પેટા ચૂંટણીમાં જીતવા માટે તમામ ઉમેદવાર હોય પોતાની શક્તિ લગાવી દરેક પક્ષે મહેનત કરી તેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. આ પરિણામ વાવના રાજકીય ભવિષ્ય કેવું રહેશે તે નક્કી કરશે.

વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે

23 નવેમ્બર 2024 અને શનિવારના રોજ સવારે 8:00 વાગે થી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. 23 રાઉન્ડમાં દરેક ઇવીએમ મશીનના મત ગણાશે. આ પેટા ચૂંટણીનું પરિણામ ફક્ત ઉમેદવારનો વિજય જ નહીં પરંતુ આખી ચૂંટણી પ્રક્રિયાનો ઉત્સાહ દર્શાવશે.

વાવ વિધાનસભા બેઠક પરિણામ પર સમગ્ર જિલ્લાનું તથા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત છે, અને આવતીકાલે મત ગણતરી સાથે જ રાજકીય લડાઈનો અંત આવશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર