ગુજરાતમાં RTE એડમિશન 2025-26 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરુ થઈ ગઈ છે. આ યોજનાનો હેતુ એ છે કે આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં ભણવાની તક મળે. RTE (Right to Education) Admission 2025-26 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે.
RTE ગુજરાત પ્રવેશ 2025-26: લાયકાત
- ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ માત્ર આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે છે.
- વિદ્યાર્થીએ RTE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં પ્રવેશ માટે અરજી કરવી પડશે.
RTE ગુજરાત પ્રવેશ 2025-26: વય મર્યાદા
- 5 વર્ષથી વધુ
- 7 વર્ષથી ઓછું
RTE ગુજરાત પ્રવેશ 2025-26: આવક મર્યાદા
આ યોજનામાં ફક્ત આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ અરજી માટે પાત્ર રહેશે.
RTE ગુજરાત પ્રવેશ 2025-26: જરૂરી દસ્તાવેજો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- માતા-પિતાનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- શાળા પ્રવેશ રસીદ
- વિદ્યાર્થીના વયનો પુરાવો
- આવક પ્રમાણપત્ર
- BPL રેશન કાર્ડ (જો હોય તો)
RTE Admission 2025-26 માટે અરજી કરવાની પ્રક્રિયા
- rte.orpgujarat.com વેબસાઇટ પર જાઓ.
- "RTE Admission 2025-26" ના લિંક પર ક્લિક કરો.
- નોંધણી ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન પૂરુ કરો.
- નોંધણી પછી rte.orpgujarat.com પર લોગિન કરો.
- લોગિન બોક્સમાં Registration ID અને Password દાખલ કરો.
- "Apply" પર ક્લિક કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરો.
- જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેની હાર્ડ કોપી પ્રિન્ટ કાઢો.
મહત્વની તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ: 28 ફેબ્રુઆરી 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 12 માર્ચ 2025
RTE એડમિશન 2025-26 માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે પણ વિદ્યાર્થી અને માતા-પિતા આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમણે 12 માર્ચ 2025 પહેલા અરજી કરી લેવી જરૂરી છે. વધુ માહિતી માટે RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર મુલાકાત લો.
RTE
Right to Education
RTE Admission 2025-26
RTE એડમિશન 2025-26
rte.orpgujarat.com
RTE Document 2025 Gujarat
RTE Admission 2025-26 Gujarat Date
Right To Education Online Form
rte admission new update
rte admission 2025 Gujarat