1 જૂનથી બદલાશે આ નિયમો: એલપીજી, ડ્રાઇવિંગ લાઇસન્સ, અને આધાર કાર્ડ અપડેટમાં ફેરફારો

New Rule from 1st June 2024: 1 જૂન, 2024થી ઘણી મહત્વપૂર્ણ નીતિમાં ફેરફારો થવા જઈ રહ્યા છે. આ બદલાવ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે અને તેમને જાગૃત રહેવું જરૂરી છે.

Author image Aakriti

1 જૂન, 2024થી ઘણી મહત્વપૂર્ણ નીતિમાં ફેરફારો થવા જઈ રહ્યા છે. આ બદલાવ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે અને તેમને જાગૃત રહેવું જરૂરી છે.

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર

એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિને 1 તારીખે નવેસરથી નક્કી થાય છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે. 1 જૂન, 2024ના રોજ ઘરેલુ અને વ્યવસાયિક એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. મે મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવા નિયમો

1 જૂનથી, પરિવહનના નવા નિયમો લાગુ થશે. ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેરફાર થશે. હવે તમે આ ટેસ્ટ RTO કચેરીઓ ઉપરાંત માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો. આ બદલાવથી લોકો આરટીઓ કચેરીમાં ધક્કા ખાવાથી બચી શકશે.

ટ્રાફિકના કડક નિયમો

1 જૂનથી ટ્રાફિકના કેટલાક નિયમો વધુ કડક બનશે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા વાહન ચલાવવા પર 25,000 રૂપિયા સુધીનો દંડ થશે. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર લાયસન્સ કેન્સલ થશે અને 25 વર્ષ સુધી નવું લાયસન્સ મળશે નહીં.

આધાર કાર્ડ મફતમાં અપડેટ

આધાર કાર્ડ 14 જૂન સુધી મફતમાં અપડેટ કરી શકશો. 14 જૂન પછી અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. UIDAI પોર્ટલ પર મફતમાં અપડેટ કરી શકશો, પણ કેન્દ્રમાં જઇને અપડેટ કરવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે.

PAN-આધાર લિંક ન કરનારાઓ માટે કડકતા

આવકવેરા વિભાગે કરદાતાઓને 31 મે સુધીમાં તેમના PANને આધાર સાથે લિંક કરવાની સૂચના આપી છે. જો લિંક ન હોય, તો 1 જૂનથી TDS બમણા દરે કપાશે.

આ બદલાવો તમારા જીવનમાં અસરકારક છે, માટે જરૂરિયાતમંદ માહિતીથી જાગૃત રહેવું જરૂરી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર