છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક રશિયન છોકરી અને ભારતીય યુવકના નશાની મોજે ભારે અકસ્માત સર્જાયો. મધરાતે પૂરપાટ દોડતી કાર એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીની હરકતો ચર્ચાનો વિષય બની છે.
રશિયન યુવતી કાર કઈ રીતે ચલાવી રહી હતી?
સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, યુવક કાર ચલાવી રહ્યો હતો અને રશિયન છોકરી તેના ખોળામાં બેસી હતી. નશામાં ગાફલતથી ગાડી ચલાવાતા કાર બેકાબૂ બની અને સામેથી આવતા એક્ટિવા સવાર 3 યુવકોને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણે યુવકો દૂર ફંગોળાઈ ગયા અને ગંભીર ઈજાઓ થઈ.
અકસ્માત પછી શું થયું?
યુવક અને રશિયન છોકરી કારમાંથી નીકળ્યા, અને પોલીસ આવી પહોંચતા યુવતી બેહોશ થઈ ગઈ. નશાની હાલતમાં રહેલી યુવતી પોલીસ સાથે ઉગ્ર વાદવિવાદ કરવા લાગી અને અપશબ્દો બોલવા લાગી. આ આખી ઘટના જાહેરમાં કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસે શું પગલાં લીધાં?
પોલીસે તરત જ કારચાલક યુવક અને રશિયન યુવતીની અટકાયત કરી. ત્રણે ઘાયલ યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.નશાની સ્થિતિમાં બેદરકારીપૂર્વક ગાડી ચલાવવા અને ગંભીર ઈજા પહોંચાડવાના આરોપમાં આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.