કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રિકોણીય ODI સીરીઝની અંતિમ મેચ દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અચાનક મેદાન પર કાળી બિલાડી આવી ચડી, જેનાથી અમુક સમય માટે મેચ રોકવી પડી. ખેલાડીઓ અને એમ્પાયર્સ અચંબિત થઈ ગયા, અને તદ્દન અલગ જ વાતાવરણ જોવા મળ્યું. બિલાડી મેદાનમાં થોડીવાર ફરી ત્યારબાદ પોતાની જાતે જ મેદાન છોડીને ચાલી ગઈ, અને પછી મેચ ફરી શરૂ થઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
We've got some feline company enjoying cricket on the ground 🐈⬛🤩#3Nations1Trophy | #PAKvNZ pic.twitter.com/Nx2RMmzA82
— Pakistan Cricket (@TheRealPCB) February 14, 2025
મેચ દરમિયાન આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટેટર્સે પણ મજેદાર પ્રતિક્રિયા આપી. જાણીતા કોમેન્ટેટર ડેની મોરિસને હસતાં કહ્યુ, "બ્લેક કેટે બ્લેક કેપ્સ (ન્યુઝીલેન્ડ ટીમ) સાથે જોડાઈ ગઈ છે!" PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) એ પણ આ ઘટનાનો વીડિયો પોતાના X (Twitter) હેન્ડલ પર શેર કર્યો અને લખ્યું, "અમારી પાસે મેદાનમાં ક્રિકેટનો આનંદ માણતી કેટલીક બિલાડીઓ પણ છે."
આ પહેલાં પણ આવી ઘટનાઓ જોવા મળી છે
આ પહેલાથી પણ ક્રિકેટ મેચોમાં વન્યજીવો મેદાનમાં પ્રવેશી જતા જોવા મળ્યા છે. ક્યારેક કૂતરો, ક્યારેક સાપ, તો ક્યારેક કોઈ પક્ષી ખેલાડીઓને ચોંકાવતું હોય છે. આને સુરક્ષાની ખામી કહેવી મુશ્કેલ છે, કારણ કે આવા જીવોને હટાવવું કાયદેસર રીતે પરેશાની ઉભી કરી શકે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન માટે ઝટકો
ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 242 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન મોહમ્મદ રિઝવાને 46, સલમાન આગાએ 45, અને અન્ય મુખ્ય બેટ્સમેનોએ નિરાશ કર્યા.
ન્યુઝીલેન્ડે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું
ન્યુઝીલેન્ડે 45.2 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ડેરિલ મિશેલે 57 રન (58 બોલ) અને ટોમ લેથમે 56 રન (64 બોલ) બનાવી જીત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. નસીમ શાહે 2 વિકેટ ઝડપી, જ્યારે શાહીન આફ્રિદી, અબરાર અહેમદ અને સલમાન આગાએ 1-1 વિકેટ લીધી.
આજના મેચમાં આશ્ચર્યજનક દ્રશ્યને કારણે સ્ટેડિયમમાં અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ. તમે આ બિલાડીની એન્ટ્રી વિશે શું વિચારો છો? કોમેન્ટમાં જરૂર જણાવો!
ક્રિકેટ