SBI ની Jan Nivesh SIP સ્કીમ હેઠળ માત્ર 250 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ શરૂ કરી શકો છો, આ સ્કીમ માં દૈનિક સાપ્તાહિક અને મંથલી ઇન્વેસ્ટ નું પણ ઓપ્શન અવેલેબલ છે. જે લોકો નાની રકમથી ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરવા ઈચ્છતા હોય તેવા લોકો માટે આ સ્કીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની કમાઈને એક ભાગ રિટાયરમેન્ટ પછીના સમય માટે બચત કરે છે, જેથી તેમને નિવૃત્તિ અથવા તો વૃદ્ધાવસ્થામાં કોઈ આર્થિક સમસ્યા ન થાય અને તેમને બીજી કોઈ વ્યક્તિ પર આધારિત ન રહેવું પડે. અત્યારે તમે નાનકડા ઇન્વેસ્ટમેન્ટ થી તમારી ભાવિ જિંદગી સુધારી શકો છો. State bank of india (SBI) એ તાજેતરમાં એક નવી SIP Scheme શરૂ કરી છે જેમા તમે ફક્ત 250 રૂપિયાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો અને નિયમિત રીતે મંથલી બચત કરીને 17 લાખ થી પણ વધુ ની રકમ એકત્રિત કરી શકો છો. તો ચાલો sbi ની આ ખાસ એસઆઈપી સ્કીમ વિશે જાણીએ અને તેના કેલ્ક્યુલેશનને પણ સમજીએ.
તમારી જરૂરિયાત મુજબ નિવેશનો વિકલ્પ પસંદ કરો
SBI મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી Jan Nivesh SIP સ્કીમ વિશે જાણીએ. આ સ્કીમ ખાસ કરીને ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી વિસ્તારોમાં રહેતા નવા નિવેશકર્તાઓ અને નાના બચતકર્તાઓને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ભાગ લેવા માટે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં નિવેશકર્તાઓ માત્ર 250 રૂપિયા થી શરૂઆત કરી શકે છે અને દૈનિક, સાપ્તાહિક અને માસિક નિવેશના વિકલ્પો પસંદ કરી શકે છે.
કહેવાય છે કે સાચી જગ્યાએ નિવેશ કરીને સારુ રિટર્ન મેળવવાથી નાની બચત પણ મોટી રકમમાં ફેરવી શકાય છે. આ સંદર્ભમાં, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ખૂબ જ લોકપ્રિય બની રહી છે. SBIની આ SIP સ્કીમમાં, નિવેશકર્તાઓ શરૂઆતમાં SBI બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં નિવેશ કરી શકે છે, જે ફંડ મેનેજર્સ દ્વારા ઇક્વિટી અને ડેટ વચ્ચે વ્યૂહાત્મક રીતે નિવેશ આયોજિત કરે છે.
કેવી રીતે 17 લાખ રૂપિયાથી વધુની રકમ સંચિત કરી શકાશે?
હવે ગણતરી વિશે જાણીએ, આજ કેમ હેઠળ માત્ર 250 રૂપિયાનો માસિક નિવેશ 17 લાખ રૂપિયાથી વધુની રકમમાં ફેરવી શકાય છે. SIP એ લાંબા ગાળાનો નિવેશ ઓપ્શન છે અને જો આપણે તેના ઇતિહાસને જોઈએ, તો નિવેશકર્તાઓને 12-16% સુધીનો રિટર્ન મળી શકે છે. હવે જો 250 રૂપિયાનો માસિક SIP 30 વર્ષ માટે ચલાવવામાં આવે અને આ દરમિયાન 15% રિટર્ન મળે, તો નિવેશકર્તાની પાસે 17.30 લાખ રૂપિયા જમા થશે. આમાં 90,000 રૂપિયાનું નિવેશ અને 16,62,455 રૂપિયાનું રિટર્ન શામેલ છે.
SBI JanNivesh SIP સ્કીમના ફાયદા
- માત્ર 250 રૂપિયા થી SIP શરૂ કરી શકાય છે.
- ડેઇલી, વીકલી અને મંથલી ઇન્વેસ્ટ કરવાની સુવિધા.
- અંદાજિત 15%ના રિટર્ન સાથે મોટી રકમ સંચિત કરી શકાય છે.
- ફંડ મેનેજર્સ ઇક્વિટી અને ડેટ વચ્ચે નિવેશને સંતુલિત કરે છે.
જો તમે નાની રકમથી ઇન્વેસ્ટ શરૂ કરવા માંગતા હોય, તો SBI ની આ Jan Nivesh SIP સ્કીમ એક તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. નાની બચત ને મોટી રકમમાં ફેરવવા માટે આ સ્કીમ તમારી આર્થિક સુરક્ષા માટે હેલ્પફૂલ થઈ શકે છે. આ સ્કીમ વિશે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકની SBI શાખાનો સંપર્ક કરો.
ડિસ્પ્લેમર : Gujjutak.com તમને કોઈ જ પ્રકારના ઇન્વેસ્ટ કરવા માટે ભલામણ કરતું નથી, અહીં આપવામાં આવેલ માહિતી ફક્ત તમારા માહિતી માટે છે, જો તમે ઇન્વેસ્ટ કરો છો અને ખોટ ખાવ છો તો તેના માટે અમે જવાબદાર રહેશો નહીં. ઇન્વેસ્ટ કરતાં પહેલાં એક્સપર્ટ ની સલાહ લેવી જરૂરી છે.