State Bank of India (SBI) આપણા રૂપિયા સિક્યોર અને લાભદાયી રીતે ઇન્વેસ્ટ કરવા માટે અનેક સ્કીમો ચલાવે છે. SBI ની Annuity Deposit Scheme એક એવી યોજના છે, જેનાથી એક વાર પૈસા રોકાણ કરીને દર મહિને નિશ્ચિત ઇન્કમ મેળવી શકાય. જો તમે રિટાયરમેન્ટ પછી કે લાંબા ગાળે દર મહિને ગેરંટી ઇન્કમ મેળવવા માંગો છો, તો આ યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
Annuity Deposit Scheme સ્કીમ કેવી રીતે કામ કરે છે?
SBI ની Annuity Deposit Scheme અંતર્ગત તમારે એક સાથે મોટી રકમ જમા કરવી પડશે અને બેંક તમે રોકેલા રૂપિયા પર વ્યાજ દર સાથે દર મહિને ચુકવણી કરે છે. આ સ્કીમ ફિક્સ ડિપોઝિટ (FD) ની જેમ જ છે, પણ તેમાં તમને વ્યાજ અને મુળરકમનો હપતો દ્વારા ચુકવણી કરવામાં આવે છે.
શું છે SBI Annuity Deposit Schemeના મુખ્ય ફાયદા?
- આ સ્કીમ અંતર્ગત તમને દર મહિને ગેરંટેડ ઇન્કમ મળશે.
- આ સ્કીમ અંતર્ગત પણ FD જેટલું વ્યાજ મળે છે.
- બચેલી રકમના 75% સુધી લોન મેળવી શકાય.
- Sbi એ વિશ્વસનીય બેંક હોવાથી આપણા પૈસા સંપૂર્ણ પણે સિક્યોર રહે છે.
આ સ્કીમમાં કેટલા રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય?
- SBI ની આ સ્કીમ માં તમે ₹1,000 થી રોકાણ શરૂ કરી શકો છો.
- વધુમાં વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.
- તમે આ સ્કીમમાં 36, 60, 84 કે 120 મહિના માટે રોકાણ કરી શકો છો.
- તમે આ સ્કીમ અંતર્ગત એક વાર ઇન્વેસ્ટ કર્યા પછી બીજા મહિને તમને દર મહિને ઇન્કમ થવાની શરૂ થઈ જાય છે.
આ સ્કીમ કોના માટે ફાયદાકારક છે?
- રિટાયર્ડ લોકો, જેમને દર મહિને નિશ્ચિત આવક જોઈએ.
- નિર્ભય અને સુરક્ષિત રોકાણ ઈચ્છતા લોકો.
- લાંબા ગાળાની નક્કી આવક ઈચ્છતા રોકાણકારો.
જો તમે તમારા ભવિષ્ય માટે સુરક્ષિત અને ગેરંટી રિટર્ન આપતી સ્કીમ શોધી રહ્યાં છો, તો SBI Annuity Deposit Scheme એક ઉત્તમ વિકલ્પ છે.
વધુ માહિતી માટે તમારી નજીકની SBI બેંકનો સંપર્ક કરો અથવા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો.