આજે સેકંડ હેન્ડ કાર પર GST વધારાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ બદલાવથી ગ્રાહકોના બજેટ પર શું અસર થશે? ચાલો, આ મુદ્દાને સરળ ભાષામાં સમજીએ.
તાજેતરમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સેકંડ હેન્ડ કારના વેચાણ પર લગાતો GST 12%થી વધારીને 18% કરવો. આ 50%નો સીધો વધારો છે, પરંતુ આ પરિવર્તનનો તમારા કાર ખરીદીના ખર્ચ પર શું પ્રભાવ પડશે?
ટેક્સીંગનો આધાર અને અસર
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આ સ્પષ્ટ કર્યું હતું કે સેકંડ હેન્ડ કારના વેચાણ પર માત્ર નફા પર જ GST લાગશે, નુકશાન પર નહીં. ઉદાહરણ તરીકે, જો તમે 12 લાખની કાર ખરીદી અને તેને 9 લાખમાં વેચી, તો તમને નફો નથી. જો ત્રીજા વ્યક્તિએ આ કારને 10 લાખમાં વેચી, તો માત્ર 1 લાખના નફા પર જ 18% GST લાગશે.ગ્રાહકો માટે અસર કઈ રીતે ઘટશે?
જો તમે Cars24, Maruti True Value, Mahindra First Choice કે Spinny જેવા સેકંડ હેન્ડ કાર ડીલર્સ પાસે તમારી જૂની કાર વેચશો, તો તમને તમારી કારની સંપૂર્ણ કિંમત મળશે. ટેક્સ માત્ર ડીલર્સના નફા પર લાગશે.ઉદાહરણ તરીકે:
જો તમે 4 લાખમાં તમારી Maruti Dzire વેચો અને ડીલર તેને 10,000 રૂપિયામાં રિફર્બિશ કરીને 4.50 લાખમાં વેચે, તો 18% GST માત્ર 10,000 રૂપિના નફા પર લાગશે. આમાં GSTની રકમ માત્ર ₹9,000 થશે. જો GST 12% રહેત, તો તે માત્ર ₹6,000 જ રહી હોત, એટલે કે ₹3,000નો વધારો થયો છે.
તમારા બજેટ પર અસર કેટલી છે?
આ વધારાની ટેક્સ રકમ તમારા ટોટલ બજેટનો 1% કે તેના કરતા પણ ઓછું હોય છે. સામાન્ય રીતે, સેકંડ હેન્ડ કાર ડીલર્સ માત્ર 6-8%નો નફો જ લેશે, એટલે ગ્રાહકો પર વધુ ભાર નહીં આવે.તમારા માટે શું મહત્વપૂર્ણ છે?
- ટેક્સ ફક્ત નફા પર લાગશે, તમારા વેચાણ પર નહીં.
- બજેટમાં 1%થી વધુ વધારો થઈ શકે એવું શક્ય નથી.
- ડીલર્સના નફા પર આધાર રાખે છે કે તમે કેટલું વધુ ચૂકવશો.
તો હવે આ GST હાઈકને કારણે તમે બિનજરૂરી ચિંતા ન કરો અને સેકંડ હેન્ડ કાર ખરીદીને વધુ આરામદાયક બનાવો!