
gseb gandhinagar: ગુજરાતમાં શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો (Second Semester Examination) કાર્યક્રમ જાહેર થયો છે. આ મુજબ, 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાશે.
ગુજરાતમાં શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો (Second Semester Examination) કાર્યક્રમ જાહેર થયો છે. આ મુજબ, 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાશે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 80 ગુણની રહેશે અને આ અંગેનું સંપૂર્ણ શેડ્યૂલ શાળાઓને મોકલી આપવામાં આવ્યું છે.
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા બોર્ડની પરીક્ષા માટે હોલ ટિકિટ (Hall Ticket) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શાળાઓ આજથી સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ, શાળાઓ દ્વારા સહી અને સિક્કા સાથે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ હશે, અને તેઓ જાતે જ વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ પ્રક્રિયા ધોરણ 10 અને 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે.
વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.