બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ શર્લિન ચોપડા આજે પોતાનો જન્મદિવસ માનવી રહી છે. પ્લેબોય મેગેઝીન માટે ફોટોશૂટ કરાવનાર પહેલી ભારતીય બન્યા બાદ પણ બોલિવૂડમાં ખાસ સફળતા ન મળી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ શર્લિને પોતાના ગ્લેમરસ લૂકથી સૌને ચકિત કર્યા. હટકે અંદાજ અને બોલ્ડ પર્સનાલિટી માટે ઓળખાય છે.
શર્લિન ચોપડાની બોલિવૂડ સફર
શર્લિન ચોપડાનું અસલી નામ ‘મોના ચોપડા’ છે. 2005માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઈમપાસ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ તેમને માત્ર નાના રોલ મળતા રહ્યા. બોલિવૂડમાં ખાસ ઓળખ ન બનતાં પછી બોલ્ડ ગ્લેમર અને ફેશન જગતમાં મોખરાની છાપ પાડી.
પ્લેબોય મેગેઝિન માટે પહેલી ભારતીય મોડેલ
જ્યારે શર્લિનને બોલિવૂડમાં કામ મળવાનું બંધ થઈ ગયું, ત્યારે તેમણે એક મોટો દાવ રમ્યો. 2012માં હ્યુગ હેફનરની મેગેઝિન ‘પ્લેબોય’ માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટ માટે શર્લિન લોસ એન્જલસ ગઈ હતી અને હ્યુગ હેફનરના બંગલામાં રહી હતી. પ્લેબોય મેગેઝિન માટે ફોટોશૂટ કરાવનારી પહેલી ભારતીય મહિલા બની હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે "આ બધું કરીને મને ગર્વ થાય છે."
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મચાવ્યો ધમાલ
2013માં શર્લિન 66મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. ફિલ્મ ‘કામસૂત્ર 3D’ ના પ્રમોશન માટે કાન્સમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી. ક્યારેક ઑફ-વ્હાઇટ લહંગામાં તો ક્યારેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં શર્લિને લાઇમલાઇટ લીધી.
વિદ્યા બાલન સાથે ઇન્ટિમેટ સીન આપવા માંગતી હતી
‘બિગ બોસ 3’ દરમિયાન શર્લિને એક અજીબ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે તે વિદ્યા બાલન સાથે એક ‘પૅશનેટ સીન’ આપવા ઈચ્છે છે! ટીનએજમાં તેને કોઈ નજરભર જોતું નહોતું, તેથી તેમણે 15 વર્ષની ઉંમરે પોતાનું ગ્લેમરસ ટ્રાન્સફોર્મેશન કર્યું. શર્લિને પોતાના લૂક અને ફેશન સ્ટાઈલ પર ખુબ મહેનત કરી.
શર્લિન બોલિવૂડમાં કેમ સફળ ન થઈ?
બોલ્ડ સ્ટાઇલ અને હટકે પસંદગીઓને કારણે મેનસ્ટ્રીમ બોલિવૂડમાં સ્થાન ન મળ્યું. ફિલ્મો કરતા મોડલિંગ અને કન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટથી વધુ ચર્ચામાં રહી. સોશિયલ મીડિયા પર હંમેશા હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ પોસ્ટ કરીને ટ્રેન્ડમાં રહે છે.
Sherlyn chopra Sherlyn chopra birthday first indian to feature in playboy magazine sherlyn chopra birth date playboy magazine Glamorous Actress