મોરબીના સીલીકોસીસ પીડીત સંઘે, 1 ઓગસ્ટ 2024ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દૂધરેજીયાને મળીને તેમની સમસ્યાઓ અંગે આવેદન આપ્યું. પીડીતોએ હોસ્પિટલમાં કાયમી ફેફસાના નિષ્ણાતની નિમણૂક કરવાની માંગ કરી છે.
સીલીકોસીસ પીડીતોની હાલત
મોરબી જિલ્લામાં 55થી વધુ સીલીકોસીસ પીડીતો છે, જેઓ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી તેમના માટે મુંઝવણભર્યું છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ જવાના ખર્ચા પણ સહન કરી શકતા નથી. મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાના નિષ્ણાત ન હોવાને કારણે તેમને યોગ્ય સારવાર મળતી નથી.
સીવીલ હોસ્પિટલમાં સુવિધાઓની અભાવ
તા. 30 મે 2024ના રોજ પીડીત સંઘે કરેલી અરજીને ધ્યાનમાં લઈને, ડૉ. દૂધરેજીયાએ મોરબી સિવિલ હોસ્પિટલમાં સીલીકોસીસ સર્ટિફિકેટ અને મફતમાં સારવાર ઉપલબ્ધ કરાવી હતી. છતાં સંઘે કાયમી ફેફસાના નિષ્ણાતની અને સીટી સ્કેન મશીનની સુવિધાની માંગણી કરી છે.
હેલ્થ કાર્ડ અને સહાય યોજનાની સમસ્યા
સીલીકોસીસ પીડીતોને મળતી મૃત્યુ સહાય યોજના માટે શ્રમ અધિકારી હેલ્થ કાર્ડ માંગે છે, જે હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. આ કારણે દાવેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંઘે હેલ્થ કાર્ડ કાઢી આપવાની માંગણી કરી છે.
ડૉ. દૂધરેજીયા સાથે સુમેળ
ડૉ. દૂધરેજીયાએ પીડીત સંઘના પ્રતિનિધિઓને દર મહિને 1 થી 5 તારીખે મળીને સમસ્યાઓ અને ઉકેલો પર ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું છે. સંઘે તેમની આ મદદ માટે આભાર વ્યક્ત કર્યો અને નવી બુક "આપ ક્યું રોએ?" ભેટ આપી.
સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી : 7698126026, 7227011609