
Smartphone Sahay Yojana 2024: ગુજરાત સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડૂતો હવે વધુ સરળતાથી અરજી કરી શકશે.
Smartphone Sahay Yojana 2024: ગુજરાત સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડૂતો હવે વધુ સરળતાથી અરજી કરી શકશે. કૃષિ વિભાગ દ્વારા 18 જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) સાત દિવસ માટે ખુલ્લું મુકવામાં આવશે.
ikhedut.gujarat.gov.in પર ખેડૂતો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ માટે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકશે. 18 જૂન, 2024ના રોજ સવારે 10:30 વાગ્યાથી આ પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લું રહેશે.
આ પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો વિવિધ સહાય યોજનાઓ માટે ઘરેથી જ સરળતાથી અરજી કરી શકે છે. વર્ષ 2024-25 માટે નીચે મુજબની યોજનાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે:
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ, રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર રૂ. 6000 સુધીની સહાય મળશે. આ યોજના હેઠળ, ખેડૂતોને સ્માર્ટફોનની કિંમતના 40% અથવા રૂ. 6000, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.
આ યોજના રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતો માટે ઉપલબ્ધ છે. સંયુક્ત ખાતાના કિસ્સામાં, ખેડૂતને તેમની જમીનના 8-અ માં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારને લાભ મળશે. લાભ મેળવવા માટે, ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
ખેડૂતોને લાભ આપતી વખતે, આપના જિલ્લાને ફાળવેલા નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી અને સહાય ચુકવવાની કાર્યવાહી નિયમો અનુસાર કરવાની રહેશે.
આ યોજનાઓ ખેડૂત મિત્રો માટે મોટા ફાયદા લઈને આવતી હોવાથી, જલદીથી આ પોર્ટલ પર જઈને અરજી કરવી અને લાભ મેળવવો.