
SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશને (SSC) તેની સત્તાવાર વેબસાઇટ પર SSC CGL 2024 માટેની મોટી ભરતીની જાહેરાત કરી છે.
SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશને (SSC) તેની સત્તાવાર વેબસાઇટ પર SSC CGL 2024 માટેની મોટી ભરતીની જાહેરાત કરી છે. લાખો વિધાર્થીઓ આ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે SSC દ્વારા સંયુક્ત સ્નાતક સ્તરની (CGL) પરીક્ષા 2024 માટેની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 24 જૂનથી 24 જુલાઈ સુધી આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ છે.
આ નોટિફિકેશન મુજબ, કુલ 17727 ખાલી જગ્યાઓ ભરવા માટે SSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. SSC CGL એ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે વિવિધ ગ્રુપ 'B' અને 'C' ની જગ્યાઓ માટે લેવામાં આવે છે. આ પોસ્ટમાં મદદનીશ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરનો સમાવેશ થાય છે. 18 થી 32 વર્ષની વય મર્યાદામાં આવતા સ્નાતકો 24 જુલાઈ સુધી ફોર્મ સબમિટ કરી શકે છે. અરજી ફી ભરવાની અંતિમ તારીખ 25 જુલાઈ છે. પસંદગી ટાયર 1 અને ટાયર 2 પરીક્ષાઓ દ્વારા કરવામાં આવશે.
SSC CGL પરીક્ષા વિવિધ ગ્રુપ B અને C પોસ્ટ્સ માટેની ભરતી માટે વાર્ષિક ધોરણે યોજાય છે. આ પોસ્ટ્સમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, અને અન્ય ઘણી પોસ્ટનો સમાવેશ થાય છે.
જે પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી થાય છે તેના આધારે પગાર બદલાય છે:
વિસ્તૃત માહિતી માટે, SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર SSC CGL 2024 Notification PDF જોઈ શકાય છે.