ભારતીય સ્ટેટ બેંકમાં 13,735 ક્લાર્ક પદ પર ભરતી જાહેર: જાણો અરજીની પ્રક્રિયા, લાયકાત અને પગાર - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

ભારતીય સ્ટેટ બેંકમાં 13,735 ક્લાર્ક પદ પર ભરતી જાહેર: જાણો અરજીની પ્રક્રિયા, લાયકાત અને પગાર

SBI ક્લાર્ક ભરતી 2025: દેશની સૌથી મોટી સરકારી બેંક, SBI દ્વારા નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ભારતીય સ્ટેટ બેંકે ક્લાર્ક (Junior Associate) પદ માટે 13,000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક શાનદાર તક છે. જો તમે બેંક સેક્ટરમાં નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો આ સંદર્ભે આવશ્યક તમામ માહિતી જાણો.

Author image Aakriti

SBI Clerk Vacancy 2025: દેશની સૌથી મોટી સરકારી બેંક, SBI દ્વારા નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ભારતીય સ્ટેટ બેંકે ક્લાર્ક (Junior Associate) પદ માટે 13,000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક શાનદાર તક છે. જો તમે બેંક સેક્ટરમાં નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો આ સંદર્ભે આવશ્યક તમામ માહિતી જાણો.

SBI ક્લાર્ક ભરતી 2025

sbi clerk vacancy 2025 category wise vacancy

SBI દ્વારા જાહેર થયેલ નોટિફિકેશન મુજબ, કુલ 13,735 ક્લાર્ક પદો માટે ભરતી કરવામાં આવશે. આ પદો માટે કેટેગરી પ્રમાણે વિતરણ નીચે મુજબ છે:

  • જનરલ કેટેગરી: 5,870 જગ્યાઓ
  • SC (અનુષૂચિત જાતિ): 2,118 જગ્યાઓ
  • ST (અનુષૂચિત જનજાતિ): 1,385 જગ્યાઓ
  • OBC (અન્ય પછાત વર્ગ): 3,001 જગ્યાઓ
  • EWS (આર્થિક રીતે નબળો વર્ગ): 1,361 જગ્યાઓ

sbi clerk vacancy 2025 Application Date And Process 

  • ઓનલાઈન અરજી શરૂ: 17 ડિસેમ્બર 2024
  • અરજી કરવાની અંતિમ તારીખ: 7 જાન્યુઆરી 2025
  • પ્રિલિમ્સ પરીક્ષા: ફેબ્રુઆરી 2025
  • મુખ્ય પરીક્ષા: માર્ચ-એપ્રિલ 2025

આરજીઓ SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર કરી શકાય છે. અરજી ફી જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે ₹750 છે, જ્યારે SC/ST/દિવ્યાંગ ઉમેદવારો માટે ફીમાં છૂટછાટ છે.

sbi clerk vacancy 2025 Education Qualification And Age limit

  • શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી અથવા કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી
  • વય મર્યાદા: 20 થી 28 વર્ષ (SC/ST/OBC માટે વય મર્યાદામાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે છૂટછાટ)

sbi clerk vacancy 2025 Salary 

  • પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતનો મૂળ પગાર ₹26,730 મળશે.
  • ઉપરી ભથ્થા અને અન્ય સુવિધાઓ પણ મળશે.

અન્ય જરૂરી વિગતો

  • ઉમેદવારોએ પ્રથમ પ્રીલિમ્સ અને મેન્સ એક્ઝામ પાસ કરવી પડશે.
  • તે બાદ તે રાજ્યની સ્થાનિક ભાષા પરીક્ષા આપવી પડશે, જે તમે અરજી કરતી વખતે પસંદ કરશો.

આ SBI ક્લાર્ક ભરતી 2025ની માહિતીથી અનેક યુવાનોને બેંકિંગ સેક્ટરમાં નોકરી કરવાની સુવર્ણ તક મળશે. જો તમે લાયક છો, તો 7 જાન્યુઆરી 2025 પહેલા અરજી કરી દેવાની ખાતરી કરો.

SBI ક્લાર્ક ભરતી 2025 Official Notification Click Here

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News