બચીને રહેજો! જબલપુરમાં 70થી વધુ વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો મોકલીને બ્લેકમેલ કરાઈ

જબલપુરની સરકારી ગર્લ્સ કોલેજની 70થી વધુ વિદ્યાર્થીનીઓ ન્યૂડ વીડિયો કાંડનો શિકાર બની છે.

Author image Gujjutak

મધ્ય પ્રદેશના જબલપુરની એક યુનિવર્સીટીમાં 70થી વધુ છોકરીઓના ન્યૂડ વીડિયો સામે આવતાં સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. જબલપુરની સરકારી ગર્લ્સ કોલેજની 70થી વધુ વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર અશ્લીલ અને નગ્ન વીડિયો મોકલવામાં આવી રહ્યાં છે, જેમાં તેમના ચહેરા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ ઘટનાએ પીડિત યુવતીઓ, કોલેજ પ્રશાસન, અને પોલીસ તંત્રમાં ચકચાર મચાવી દીધી છે.

બ્લેકમેલિંગ: વોટ્સએપ પર ન્યૂડ વીડિયો મોકલીને પૈસા પડાવાયા

ગુરુવારે, ડઝનેક છોકરીઓએ માનકુંવરબાઈ કોલેજના પ્રિન્સિપાલ પાસે આવીને અશ્લીલ વીડિયો અને મેસેજની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને બોલાવીને આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા. પીડિતાઓએ જણાવ્યું કે આરોપી, પોતાને પોલીસ ઈન્સ્પેક્ટર ગણાવી, વિડીયો અને મેસેજ મોકલ્યા બાદ તેમને બ્લેકમેલ કરતો હતો. વિડીયો કોલ કરીને, પૈસા ન આપવાને લીધે વિડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. ડરના કારણે 50 થી વધુ વિદ્યાર્થીનીઓએ તેમના દ્વારા આપવામાં આવેલા નંબર પર હજારો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.

ઠગબાજોની સ્કીમ: પોલીસના નામે ફોન

એક યુવતીએ જણાવ્યું કે એક કૉલ દરમિયાન, આરોપીએ પોતાનો પરિચય ગોરખપુર પોલીસ સ્ટેશનના SI વિક્રમ ગોસ્વામી તરીકે આપ્યો હતો. આ યુવકએ ધમકી આપી કે, "તમારા નંબર પરથી નગ્ન વિડિયો મોકલવામાં આવ્યા છે, જેની ફરિયાદ આવી છે. પોલીસ જલ્દી તમારા ઘરે આવી રહી છે. પૈસા તાત્કાલિક ટ્રાન્સફર કરો, નહીં તો તમે બદનામ થશો."

સાયબર ક્રાઈમથી બચવા માટે કેટલીક સાવધાનીઓ:

  1. અજાણ્યા નંબરો પરથી આવતા કોઈપણ શંકાસ્પદ મેસેજો, કોલ્સ, અથવા વિડિયોને અવગણો.
  2. કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારી અંગત માહિતી અથવા ફોટા શેર ન કરો.
  3. આવી કોઈપણ ઘટનાઓની તાત્કાલિક પોલીસ અથવા સાયબર સેલમાં જાણ કરો.
  4. ધમકીઓ સામે શાંત રહો, અને ડર ન બતાવો.

આવી ઘટનાની સામે જાગૃત અને સાવધાન રહેવું અગત્યનું છે, જેથી તમારું ખોટું રીતે ઉપયોગ ન થાય.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર