
ભ્રષ્ટાચાર અટકાવવો માત્ર સરકારની જ નહીં, સામાન્ય નાગરિકની પણ ફરજ છે, નિડર બનીને કરો ફરિયાદ, કેમ અને ક્યાં ફરિયાદ કરી શકાય?
આજના સમયમાં, સરકારની કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે લાંચ આપવી હવે સામાન્ય વાત બની ગઈ છે. લાંચ લેતા અધિકારીઓની સાથે લાંચ આપનારા લોકો પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે. આ ભ્રષ્ટાચારને દુર કરવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે.
સામાન્ય માણસ જ્યારે કોઈ સરકારી કચેરીમાં કામ માટે જાય છે, ત્યારે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પટાવાળા અને ક્લાર્કથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના બધા ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.
લાંચ લેવી ગેરકાયદેસર છે, પણ લાંચ આપવી લોકો માટે શિષ્ટાચાર જેવી થઈ ગઈ છે. સરકાર હવે આવા અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત કરી રહી છે, પણ સામાન્ય નાગરિકો પણ આવી ગેરવહીવટ સામે ફરિયાદ કરે તે જરૂરી છે.
વર્ષ | કેસ | જપ્ત મિલકત (કરોડમાં) |
---|---|---|
2019 | 18 | 27 |
2020 | 38 | 50 |
2021 | 11 | 56 |
2022 | 5 | 4.52 |
2023 | 9 | 8.53 |
વિભાગ | ફરિયાદો |
---|---|
શહેરી વિકાસ વિભાગ | 2996 |
મહેસૂલ વિભાગ | 1735 |
પંચાયત | 1230 |
ગૃહ વિભાગ | 1205 |
ઉદ્યોગ અને ખાણ ખનીજ | 923 |
અન્ય 21 વિભાગ | 12049 |
નામ વગરની અરજી ઉપર કોઈ કાર્યવાહી થતી નથી.
અંતે, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સરકાર સાથે સામાન્ય નાગરિકોની જવાબદારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.