Sukanya Samriddhi Yojana (સુકન્યા સમૃદ્ધિ યોજના) વિશે માહિતી, વ્યાજ દર: શું તમે ઈચ્છો છો કે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યારે તેના ભવિષ્ય માટે આર્થિક રીતે કોઈ અડચણ ન આવે તેમાટે પોસ્ટ ઓફીસની સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
દરેક માતા પિતા પોતાના ભાલકોનું ભવિષ્ય સુરક્ષિત હોય તેવું ઈચ્છે છે જેના કારણે તેમનું બાળક જયારે મોટું થાય ત્યારે તેમના શિક્ષણનો ખર્ચ અથવા તો લગ્ન માટે રૂપિયાની અછત ન સર્જાય. જો તમે પણ તમારી દીકરી માટે ચોક્કસ રકમ રોકાણ કરવા ઈચ્છોછો તો તમારા માટે Post Officeની Sukanya Samriddhi Yojana (SSY) એક સારો અને સિક્યોર વિકલ્બ સાબિત થઇ શકે છે. આ યોજના માત્ર ગેરંટીકૃત વળતર જ નહીં પરંતુ રોકાણનું જોખમ પણ ખૂબ ઓછું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?
સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી દીકરીઓ માટેની ખાસ બચત યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓનાં ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી છે. જો તમારે પણ દીકરી હોય તો તમે આ યોજનામાં તમારું ખાતું ખોલાવી શકો છો, તેના માટે તમારી દીકરીની ઉમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી તમે વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા 250 રૂપિયાથી 1.5 લાખ જમા કરાવી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરી 21 વર્ષે ની થાય ત્યારે 70 લાખ રૂપિયા કેવીરીતે મળશે? અહીથી સમજો
શું તમે પણ ઈચ્છો છો કે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યારે તેને એવરેજ 70 લાખ રૂપિયા મળે તો તમારે દર મહીને 12,500 રૂપિયાનું રોકાણ કરવું પડશે જેથી વર્ષે 1.5 લાખનું રોકાણ થાય. ધારોકે તમે તમારી દીકરી ૫ વર્ષની હતી ત્યારે તમે આ યોજનામાં ખાતું ખોલાવ્યું અને સતત 15 વર્ષ સુધી વર્ષીક 1.5 લાખ રૂપિયા જમા કરાવ્યા તો 15 વર્ષમાં તમારું રોકાણ 22.5 લાખ થશે. આ યોજનામાં વ્યાજ ચક્રવુંધ્ધી હોય છે જેથી ૨૧ વર્ષ પછી તમારી કુલ રકમ 69.27 લાખ થશે આ રકમ માંથી 46.77 લાખ તો ફક્ત વ્યાજ જ મળશે અને બાકીના તમે જે 22.5 લાખ રોક્યા તે આમ કુલ 21 વર્ષે 69.27 લાખ રૂપિયા થાય.
આ યોજનની મુખ્ય એ છે કે વિશેષતા એ છે કે આ યોજનામાં મળતું વ્યાજ એ સંપૂર્ણ પણે Tex Free છે અને હાલ આયોજનામાં 8.2% વ્યાજ દર પર વ્યાજ મળી રહ્યું છે. જે અન્ય બચત યોજના કરતા વધુ સારું અને સુરક્ષિત છે. આ યોજના અંતર્ગત જયારે તમારી દીકરી 18 વર્ષની થાય ત્યારે તમે આંશિક ઉપાસ કરી શકો છો, જેથી દીકરીના શિક્ષણ ખર્ચ માટે ખુબ મદદરૂપ થઇ શકે છે. અને જયારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું પરિપક્વ થાય છે એટલે કે 21 વર્ષ પુરા થાય છે ત્યારે બધી રકમ ઉપાડી શકો છો.
ચેતવણી: પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃધ્ધિ યોજના વિષે ઉપર જે પણ માહિતી આપવામાં આવી છે તે ફક્ત જાણકરી માટે છે. રૂપિયાના રોકાણ કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે, રૂપિયા રોકાણ અને નુકશાન માટે અમારી કોઈ પણ જાતની જવાબદારી રહશે નહિ. આ યોજના વિષે વધુ માહિતી મેળવવા માટે પોસ્ટ ઓફીસની સત્તાવાર વેબસાઈટ પર મેળવી શકો છો.
FAQ (સુકન્યા સમૃધ્ધિ યોજના Sukanya Samriddhi Yojana)
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે છે?
આ યોજનામાં 10 વર્ષની આની ઉમરની તમામ દીકરીઓ ખાતું ખોલાવી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 21 વર્ષ ની ગણતરી કેવીરીતે થાય છે? દીકરીની ઉમર કે રોકાણ થી?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જયારે તમે ખાતું ખોલાવો છો અને રૂપિયા જમા કરવાનું ચાલુ કરો છો ત્યારથી 21 વર્ષ ગણવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1 દીકરીનાં એકથી પણ વધુ ખાતા ખોલી શકય?
નાં, એક દીકરીનું એક ખાતું ખોલાવી શકાય છે પરંતુ તમારા પરિવારમાં ૨ કેતેથી વધુ દીકરી હોય તો તેમના નામના અલગ અલગ ખાતું ખોલાવી શકો છો પણ ૧ દીકરીનાં નામે એક થી વધુ ખાતું ન ખોલાવી શકો.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકેલા રૂપિયા જયારે પરિપક્વ થાય ત્યારે તે રકમ પર કેટલો ટેક્સ લાગે?
આવકવેરા અધિનિયમ કલમ 80C હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકેલા રૂપિયા પર ટેક્સ લાગતો નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકેલા રૂપિયાને 21 વર્ષ પહેલા પણ ઉપાડી શકો છો?
હા, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકેલા રૂપિયા 18 વર્ષ પછી અમુક રકમ ઉપાડી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે છે?
ઓછામાં ઓઅછું 250 રૂપિયા અને વધુ માં વધુ વાર્ષિક 1.5 લાખ રૂપિયા