
IND vs PAK T20 World Cup: ક્રિકેટ જગતની બે મહાન ટીમો, ભારત અને પાકિસ્તાન, 9 જૂનના રોજ ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે.
IND vs PAK T20 World Cup: ક્રિકેટ જગતની બે મહાન ટીમો, ભારત અને પાકિસ્તાન, 9 જૂનના રોજ ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે. આ બંને ટીમો પહેલીવાર અમેરિકાની ધરતી પર રમશે. આ મેચ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આઠમી મેચ છે જ્યાં બંને ટીમો સામસામે આવી છે.
ટૂંકા ફોર્મેટના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની એન્ટ્રી બાદ બંને વચ્ચે સાત મેચો રમાઈ ચૂકી છે, જેમાંથી ભારતે પાંચ જીત નોંધાવી છે, જ્યારે પાકિસ્તાને માત્ર એક જ મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી.
2007ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત મેચ રમાઈ હતી. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી આ મેચ ટાઈ રહી હતી અને ત્યારબાદ ભારતે બોલઆઉટમાં જીત મેળવી હતી. આ વર્લ્ડ કપના ફાઈનલમાં પણ બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો, જેમાં ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું અને ખિતાબ જીતી લીધો.
2012ના T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. 2014માં પણ ભારતે આ ટ્રેન્ડ જાળવી રાખ્યો અને પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું.
2016ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું.
2021ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સામે 10 વિકેટે જીત મેળવી અને T20 વર્લ્ડ કપમાં ભારત સામે પોતાની પહેલી જીત નોંધાવી.
2022ના વર્લ્ડ કપમાં ભારતે કારમી હારનો બદલો લઈ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું.
આભારત-પાકિસ્તાન વચ્ચેનો આ હાઇ-વોલ્ટેજ મુકાબલો ન્યૂયોર્કમાં રમાશે અને આ માટે ઉત્સાહ અને ઉત્સુકતા જોર શોરથી વધી છે.