શિક્ષણ જગતમાં કાળો કલંક! ધોરણ 4ની બે છોકરીઓ સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

શિક્ષણ જગતમાં કાળો કલંક! ધોરણ 4ની બે છોકરીઓ સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ

Amreli News: અમરેલી જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગત શર્મસાર થયું છે. Amreli શહેરની Bharatnagar Primary School માં ધોરણ 4માં અભ્યાસ કરતી બે માસૂમ છોકરીઓ સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યાનું ચોંકાવનારું પ્રકરણ સામે આવ્યું છે.

Author image Aakriti

Mahendra Kabathiya, જે ભારતનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, તે 9 વર્ષની બે બાળકી સાથે અડપલો કરતો હોવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. જ્યારે વાલીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે શિક્ષકને રંગેહાથ પકડી લીધો અને પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં જ ગુનો નોંધી, આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

આમ, એક શિક્ષકે ગુરુ-શિષ્યના સંબંધને કાળું કલંક લગાવ્યું છે. આ ઘટના સમાન પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા Savarkundla તાલુકાના Vanda village ની ખાનગી શાળાની હોસ્ટેલમાં રહેતા Vishal Savaliya નામના શિક્ષકે પણ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કેસ નોંધાયો હતો.

વિદ્યાર્થીએ ઘર જઈ પરિવારને સમગ્ર ઘટના વિશે જાણ કર્યા બાદ આ મામલો બહાર આવ્યો હતો. આ શિક્ષણ જગત માટે ગૌરવભંગ જેવી ઘટના છે. પીડિત પરિવાર અને સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે.

પોલીસે Mahendra Kabathiya વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં બાળકોની સુરક્ષા માટે શિક્ષણ વિભાગે વધુ કડક પગલાં ભરવા જોઈએ એવી લોકોમાં માંગ ઉઠી છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News