વિશ્વના ટોપ બેટ્સમેનમાનો એક ઓસ્ટ્રોલિયાનો સ્ટાર ક્રિકેટર માર્નર્સ લાગુશેને પોતાની બોલીંગ થી બધાને ચોકાવી દીધા છે. તેમણે હાલ ચાલી રહેલી Glamorgan vs Somerset T20 મેચમાં 5 વિકેટ ચટકાવી મેચ જોવા આવેલા દર્શકોને ચોકાવી દીધા. આમ તો માર્નસ લાબુશેન બેટિંગ માટે જાણીતા છે પરંતુ તેમને આ મેચમાં બોલિંગ થી ઉમદા પ્રદર્શન કર્યું છે.
11 આપીને 5 વિકેટ લીધી
Glamorgan vs Somerset T20 blast મેચમાં માર્નસ લાબુશેન 2.3 ઓવરમાં જ અભ્યારણ આપીને પાંચ વિકેટ ઝડપી છે. તેમની આ આક્રમક બોલીને કારણે તેમના ચાહકોને આચાર્યચકિત કરી દીધા હતા.
ગ્લેમોર્ગનની વિજયગાથા
માર્નસની આ શાનદાર બોલિંગના કારણે ગ્લેમોર્ગને સમરસેટને 120 રનથી હરાવ્યું. ગ્લેમોર્ગને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા. જવાબમાં, સમરસેટની ટીમ 123 રનમાં જ ઢળી ગઈ. ગ્લેમોર્ગનની તરફથી કિરન કાર્લસને 64 બોલમાં 135 રન બનાવ્યા અને તેની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. વિલિયમ સ્મેલી પણ 59 રન બનાવવામાં સફળ રહ્યા.
લાબુશેનનો પ્રદર્શન
માર્નસ લાબુશેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બેટિંગ માટે પ્રખ્યાત છે. તે ટેસ્ટ રેન્કિંગમાં 12મા સ્થાન પર છે અને 50 ટેસ્ટ મેચોમાં 4114 રન, 11 સદી અને 20 અડધી સદી સાથે બનાવી ચૂક્યા છે. ODIમાં 52 મેચોમાં 1656 રન બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીયમાં એક જ મેચમાં 2 રન બનાવ્યા છે. કુલ 15 આંતરરાષ્ટ્રીય વિકેટના માલિક પણ છે.