આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રાફિક ના નિયમોમાં હડકાઇ કરવામાં આવી રહી છે, અને જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ટ્રાફિક ચલણ (Traffic Challan) પણ થઈ શકે છે.
ઘણા લોકોમાં ટ્રાફિક ચલણ ને લઈ ગેરસમજ છે. જેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું ચપ્પલ પહેરીને બાઈક ચલાવવાથી ટ્રાફિક ચલણ થઈ શકે? ? જો તમે પણ આવું સાંભળ્યું હોય તો અમે તમને જણાવી દઈએ કે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે શું સત્ય છે.
લોકોએ ટ્રાફિક નિયમોની સાચી જાણકારી રાખવી જરૂરી
ઘણા લોકો એવું માને છે કે ચપ્પલ પહેરીને બાઈક ચલાવવાથી ચલણ થઈ શકે છે, પરંતુ આ સત્ય નથી. Motor Vehicle Act માં આવી કોઈ પ્રકારની જોગવાઈ નથી. અને જો Traffic Police આ બાબતે તમારું ચલણ કરે તો તમારે તમારા અધિકારો વિશે જાણકારી હોવી જરૂરી છે.
શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી ચલણ થઈ શકે?
ના, ચપલ પહેરીને બાઈક ચલાવવાથી ચલણ થતું નથી. મોટર વ્હીકલ એક્ટમાં આવી કોઈપણ જોગવાઈ નથી. નીતિન ગઢ કરીના મંત્રાલય સ્પષ્ટ કર્યું કે ટ્રાફિક પોલીસ આ માટે ચલણ કરી શકતી નથી. આ બાબત ઘણી જૂની છે પરંતુ હજી પણ અમુક લોકો માં ગેરસમજ છે.
શુઝ પહેરીને બાઇક ચલાવવું કેમ સલામત છે?
જો ચંપલ પહેરીને બાઈક ચલાવવામાં આવે અને જો દુર્ઘટના થાય તો પગને ગંભીર ઇજા થવાની શક્યતા છે, જ્યારે શૂઝ પહેરીને બાઈક ચલાવવામાં આવે તો તમારા પગને ચપ્પલ કરતા સારું પ્રોટેક્શન મળે છે. દોઢ સેફટી ના નિયમો અનુસાર સલામત ડ્રાઇવિંગ માટે શૂઝ પહેરવાની સલાહ આપવામાં આવે છે.
આવા સંજોગોમાં પણ ટ્રાફિક ચલણ ન થઈ શકે
- હાફ શર્ટ અથવા લૂંગી પહેરીને બાઈક ચલાવવાથી
- ગંદી વિન્ડશિલ્ડ માટે પણ કોઈ ટ્રાફિક ચલણ જારી નહીં થાય.
જો કોઈ પોલીસકર્મી આવા મામલાઓમાં તમારું ચલણ કરે, તો તમારે ફરિયાદ કરવી જોઈએ.
તમે તમારું ટ્રાફિક ચલણ કેવી રીતે ચેક કરી શકો?
જો તમારે તમારા વાહન પર કોઈ ટ્રાફિક ચલણ જારી થયું છે કે નહીં તે તપાસવું હોય, તો નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:
- સૌપ્રથમ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જાવ
- વાહન નો નંબર દાખલ કરો પછી નીચે આપેલા કેપ્ચા કોડ ફીલ કરો
- સબમિટ બટન પર ક્લિક કરો
- હવે તમારી સામે ચલણની વિગત દેખાશે
તમારે શું કરવું જોઈએ?
- ટ્રાફિક નિયમોની જાણકારી રાખવી જોઈએ.
- અયોગ્ય રીતે કોઈ પણ પોલીસ કર્મચારી તમારુ ચલણ કરે તો તેમની અધિકૃત રીતે ફરિયાદ કરી શકાય.
- તમારી સલામતી માટે હંમેશા શુઝ પહેરીને બાઈક ચલાવું એ જ સમજદારી છે.
ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો, તમને મારો આલેખ કેવો લાગ્યો જરૂરથી જણાવશો