ગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી: જયંતી રવિની ફરી વાપસી

ગાંધીનગર: રાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Author image Gujjutak

રાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ડૉ. જયંતિ રવિ: કોરોનાકાળ દરમ્યાન જાણીતા બનેલા ડૉ. જયંતિ રવિને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક મળી છે.

સુનૈના તોમર: શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે.

મુકેશ કુમાર: ઉંચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સચિવ તરીકે બદલી કરાઈ છે.

એસ. જે. હૈદર: ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્ય સચિવ.

ડૉ. ટી. નટરાજ: નાણાં વિભાગના મુખ્ય સચિવ.

રાજીવ ટોપનો: ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ.

મનોજ દાસ: મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક.

પંકજ જોશી: પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાના હવાલા.

અંજુ શર્મા: કૃષિ અને વેલફેર વિભાગની ACS.

જેપી ગુપ્તા: ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ.

મમતા વર્મા: ઉદ્યોગ અને ખાણ વિભાગની ACS.

ડૉ. એસ. મુરલીકૃષ્ણન: ચૂંટણી પંચમાં આયુક્ત સ્પેશલ ડ્યૂટી.

અનુપમ આનંદ: વાહન વ્યવહાર કમિશમર.

રાજ્ય સરકારની આ મોટી બદલીમાં 18 IAS અધિકારીઓની સ્થાનાંતર કરવામાં આવી છે. ડૉ. જયંતિ રવિની ફરી વાપસીના સમાચાર ખાસ ચિંતન કરવાના છે, કારણ કે તેઓએ કોરોનાકાળ દરમ્યાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર