ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં આકરા તાપમાનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. લૂ અને તેજ ધુપના કારણે ઘણા લોકો બીમાર થઈ રહ્યા છે. આ સમસ્યાનો સામનો કરનારા લોકો માટે કેટલાક ઉપાયોની વાત કરીએ.
ખૂબ ગરમ થયેલી કારમાં બેઠા પછી તરત જ AC ચાલુ કરવું સ્વાસ્થ્ય માટે જોખમી થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ સમયે કારનું ટેમ્પરેચર આપણા શરીરના સામાન્ય ટેમ્પરેચર કરતા ઘણું વધારે હોય છે, જે ફેફસાને નુકસાન પોંહચાવી શકે છે.
ફેફસાને નુકસાન
ગરમ કારમાં AC ચાલુ કરતા ફેફસાઓને નુકસાન થઈ શકે છે. ડસ્ટ એલર્જી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. એ રીતે પણ નોર્મલ ટેમ્પરેચર વાળી કારમાં પણ તરત જ AC ચાલુ ન કરવું જોઈએ કારણ કે AC વેન્ટમાં રોજ સાફસુફ ન થવાને કારણે ધૂળ ફેલાઈ શકે છે.
ગેસથી નુકસાન
રિસર્ચ દર્શાવે છે કે કારમાં બેઠા પછી AC ચાલુ કરવાથી બેન્ઝીન નામની હાનિકારક ગેસ છોડે છે. વધુ ગરમ થવાથી કારની અંદર રહેલી પ્લાસ્ટિક અને ફાઇબરની વસ્તુઓ આ ગેસ છોડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
સાવધાની રાખવા માટે
ગરમ કારમાં બેઠા પહેલાં બધા કાચ ખોલી દો.
કાર સ્ટાર્ટ કર્યા પછી થોડા મિનિટો રાહ જુઓ.
ત્યાર પછી જ AC ચાલુ કરો અને કાચ બંધ કરો.
આ રીતે કરી તમે ડસ્ટ અને ઝેરી ગેસના ખતરને ઘટાડીને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકશો.