કેન્દ્રીય કેબિનેટે આગામી પાંચ વર્ષ માટે નેશનલ હેલ્થ મિશન (NHM) ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે, કેબિનેટે 2025-26ની માર્કેટિંગ સીઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં પણ વધારો કર્યો છે.

બુધવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જણાવ્યું કે નેશનલ હેલ્થ મિશને છેલ્લા દશ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પ્રગતિ હાંસલ કરી છે. 2021-22 દરમિયાન 12 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ NHMમાં જોડાયા હતા અને ભારતે આ મિશન હેઠળ કોવિડ-19 મહામારી સામે સફળતાપૂર્વક લડત આપી હતી.
પીયૂષ ગોયલે જણાવ્યું કે નવી MSP અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના 66.8% નફાને સુનિશ્ચિત કરે છે. 2014-15માં કાચા શણનો MSP 2,400 રૂપિયા હતો, જે હવે 5,650 રૂપિયા થયો છે, એટલે કે 2.35 ગણો વધારો થયો છે.
આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આરોગ્ય મિશન અને કાચા શણના MSP બંને મુદ્દાઓ ભારતના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે.