
Rohit Sharma Records, ICC T20 World Cup 2024: ભારતે T20 World cupમાં જબરદસ્ત શરૂઆત કરી છે. પ્રથમ જ મેચમાં ભારતીય ટીમે આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું.
Rohit Sharma Records, ICC T20 World Cup 2024: ભારતે T20 World cupમાં જબરદસ્ત શરૂઆત કરી છે. પ્રથમ જ મેચમાં ભારતીય ટીમે આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું. આ જીતમાં રોહિત શર્મા અને ઋષભ પંતની શાનદાર બેટિંગ તેમજ જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અને અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ મુખ્ય કારણ રહ્યા હતા.
ન્યુયોર્કના Nassau County International Cricket Stadiumમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે ભારતને 97 રનનો ટાર્ગેટ આપ્યો, જે ભારતે 12.2 ઓવરમાં સરળતાથી હાંસલ કરી લીધો. ભારતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હવે 9 જૂને પાકિસ્તાન સામે આ જ સ્થળે રમવાનું છે.
રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા, જેમાં 3 સિક્સર અને 4 ફોર સામેલ છે. ઇનિંગ દરમિયાન તે રિટાયર્ડ હર્ટ થયો. ઋષભ પંત 36 રન સાથે અણનમ રહ્યો.